Vadodara

દહેજ પેટે રોકડા રૂપિયા-કાર સાસુ સસરાએ નહી આપતા જમાઇએ પત્નીની કેનેડાની ફાઇલ કેન્સલ કરી નાખી

લગ્ન કરી લીધા બાદ કેનેડા જતો રહેલો પતિ પત્નીને તેડી નહી જતા પોલીસ ફરિયાદ

વડોદરા: માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે લગ્ન કર્યા બાદ પતિએ કેનેડા જતો રહ્યો હતો. તેની પણ ફાઇલ તૈયાર કરાવડાવી હતી. પરંતુ પતિએ દહેજ પેટે પત્ની તથા સાસુ સસરા પાસે રોકડા રૂપિયા  તથા કારની માગણી કરી હતી. પરંતુ સાસુ સસરાએ ના પાડતા જમાઇએ પત્નીની જાણ બહાર તેની કેનેડાની ફાઇલ કેન્સલ કરાવી દીધી હતી. ત્યારાબાદ તેને તેડી પણ ન જતા પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોધાવી છે.   

માંજલપુર વિસ્તારમાં આવેલી ઇંકુરો હાઉસમાં રહેતા નિરાલીબેન જેઠવાને અમરેલી ખાતે રહેતા નિશાંત પઢિયારે બાયો ડેટા મોકલ્યો જે યુવતીને પસંદ આવી ગયો હતો. જેથી બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત શરૂ થઇ હતી. ત્યારબાદ નિશાંત પઢિયારે કેનેડાથી વડોદરા આવીને વર્ષ માર્ચ 2023માં લગ્ન રજિસ્ટર કરી લીધા હતા. બાદમાં યુવક પરત કેનેડા જતો રહ્યો હતો. તેને પોતાની પત્ની નિરાલીની પણ કેનેડા જવાની ફાઇલ તૈયાર કરવા કહેતા પત્નીએ તેના પાસપોર્ટ તથા અન્ય જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ, મેરેજ સર્ટી સહિતના દસ્તાવેજો આપ્યા હતા. યુવતીના સાસુ ચંદ્રીકાબેન તથા સસરા ખુશાલ પઢિયારે યુવતીનાં  માતા પિતા પાસેથી ધામધૂમથી લગ્નનો ખર્યો કરાવ્યો હતો. સાથે રોકડા રૂપિયા અને કારની માગણી કરી હતી. પરંતુ યુવતી અનેટા પિતાએ આપવાની ના પાડી હતી. ત્યારે પતીએ પત્ની સાથે બોલવાનું બંધ કરી દીધુ હતું. ઉપરાંત પત્નીએ કેનેડા જવાની ફાઇલની પ્રોસેસ માટે આપેલુ ઇમેલ આઇડી તથા પાસવર્ડ બદલી નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને જાણ કરી ન હતી. ઉપરાંત પરિણીતાના કેનેડા જવાની ફાઇલ તેમને જાણ કર્યા વિના કેન્સલ કરાવી નાખી છેતરપિંડી આચરી હતી. પતિએ નિશાંત કાયદેસરની લગ્ન કર્યા હોવા છતાં તેડી જતો ન હતો અને તેના માતા પિતા પણ તેને પરિણીતા પાસે દહેજની માગણી કરા હેરાન પરેશાન કરતા હતા .જેથી પરીણિતાની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરીને પતિ નિશાંત અને સાસુ ચંદ્રીકાબેન , સસરા ખુશાલભાઇ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top