ડભોઇ:
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા “રમશે દર્ભાવતી, જીતશે દર્ભાવતી ” અંતર્ગત આજે ડભોઇ સરિતા બ્રિજની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે “દર્ભાવતી પ્રીમિયર લિગ” ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું જેમાં 10 જેટલી ટીમોની ઓક્શન કરી પસંદગી કરવામાં આવી છે. જેમાં શિવ આર્મી 11 , CCC 11 , UCC 11, Yellow Ray 11, Patel Boys 11 ,Mausam 11, Samrajya 11, Prithvi 11,Dimahi 11,Royal Tiger 11 જેવી ટિમો ભાગ લેનાર છે.

ધારાસભ્ય દ્વારા તમામ ટીમોને શુભેચ્છા પાઠવી આયોજકો દ્વારા સુંદર આયોજન કરવા બદલ તેમને શુભકામનાઓ આપવામાં.આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ધ્રુમિલ મેહતા, નગર પાલિકા પ્રમુખ બીરેન શાહ,શહેર ભાજપ પ્રમુખ દિક્ષિત દવે , જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અશ્વિન પટેલ (વકીલ ) સહિત નગરસેવકો ,તાલુકા પંચાયત ના સદસ્યો અને શહેર તાલુકા ભાજપના હોદેદ્દારો સહિત મોટી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
