વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત 7.42 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે
વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં કાંસના રીસેક્શન અને ડી-સિલ્ટિંગ મહત્ત્વનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ મ ઇજારદાર ડાહ્યાભાઈ બી. પટેલને રૂ. 7,42,19,658 (જીએસટી સિવાય) ની દરખાસ્ત પર ફાળવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ વિશ્વામિત્રી પ્રોજેક્ટનો એક ભાગ જ છે અને તેને 100 દિવસની અંદર પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે. આ કામ માટે બે ઇજારદારો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. મે. ડાહ્યાભાઈ બી. પટેલે 2.3% વધારે ભાવ ભર્યો હતો, જ્યારે મે. સુલભ કન્સ્ટ્રક્શનના ટેન્ડર ભાવ 9% વધારે હતા. અંતે, સ્થાયી સમિતિ દ્વારા 1% ઓછા ભાવ સાથે ડાહ્યાભાઈ બી. પટેલની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે. આ કામગીરીના ખર્ચ માટે ભવિષ્યમાં સરકાર દ્વારા ફાળવવાની ગ્રાન્ટ અને વિશ્વામિત્રી બજેટ હેડમાંથી નાણાં ઉપલબ્ધ કરાવાશે.
