uncategorized

દક્ષિણ અરબી સમુદ્રમાં આકાર પામેલું વાવાઝોડુ ૧૮મી મેએ ગુજરાતને અસર કરે તેવી સંભાવના

દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

જો કે, તેમના કહેવા મુજબ આગામી તા.૧૮મીની આસપાસ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ સરકી શકે છે તેની અસર હેઠળ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર અને કચ્છને અસર કરી શકે છે એટલું જ નહીં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યુ છે.

આ લો પ્રેશર સિસ્ટમ ૧૬મી મેએ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે એટલું જ નહીં ઉત્તર – પશ્વિમ દિશામાં આગળ વધીને સૌરાષ્ટ્ર પાસેથી સરકીને તે કરાંચી તરફ ફંટાઈ શકે છે.

Most Popular

To Top