વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા દર્શનમ એન્ટિકામાં 800 જેટલા પરિવારો રહે છે અને તેની નજીકથી રુપારેલ કાંસ પસાર થાય છે.આ કાંસ પરિવારો માટે માથાનો દુખાવો બની ગઈ છે.અહીંયા રહેનારાઓનું કહેવું છે કે, ચોમાસામાં રુપારેલ કાંસનું પાણી ભરાવાથી અહીંના અને આસપાસના બીજા રહેવાસીઓ પરેશાન થાય છે.
કહેવા માટે તો આ વરસાદી કાંસ છે અને તેના થકી વરસાદી પાણીનો નિકાલ થાય છે. પરંતુ તેમાં ગટરનું પાણી પણ ઠલવાઈ રહ્યું છે અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ મારે છે.મચ્છરોનો પણ ભારે ત્રાસ છે.સાંજ પછી ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી છે.આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સંખ્યાબંધ વખત રજૂઆતો કરી છે.આમ છતા કોર્પોરેશનના સત્તાધીશો સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા નથી.જેના કારણે કંટાળીને આખરે અમારે કોર્પોરેશનનો વિરોધ કરવા બેનરો લગાવવા પડયા છે.સ્થાનિક રહેવાસીઓએ બેનરો પર કાંસ કે ગટર કે પછી મચ્છરનું ઘર ક્યારે થશે અમારા વિસ્તારનો વિકાસ જેવા બેનરો મારીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. વિસ્તારના સ્થાનિકો ગટરની દુર્ગંધ, મચ્છરોના ત્રાસથી કંટાળીને પાલિકા સામે વિરોધ બેનરો માર્યા છે.
