સંજેલી, તા.૨
થાળા સંજેલી ભામણ ઝાલોદ હાઇવેને જોડતો માર્ગ કેટલાક વર્ષોથી રસ્તાની મરામત કામગીરી નહીં કરતા માર્ગની બંને બાજુ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા. સિંગલ પટ્ટી રસ્તો ઉબરડ ખાબડ રસ્તો થઈ ચૂક્યો છે. ઠેર ઠેર ખાડા પડી ગયા છે ટુવિલર વાહનો સ્લીપ થવાના બનાવો તેમજ ફોરવીલર વાહનો પણ અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહીયો છે. થાળા સંજેલી ભામણ સિંગલ પટ્ટી રસ્તો માર્ગ બિસ્માર હાલત ઝાલોદ જવા માટે શોર્ટકટ જવા માટેનો માર્ગ પર રોડ પર જ ઝાડી ઝાખરા દૂર કરી નવીન માર્ગ બનાવવા લોક માંગ ચાલકો માટે જોખમરૂપ સમાન બિસ્માર હાલત થઈ ચૂકેલો રસ્તો. થાળા સંજેલી થઈ ભામણ ઝાલોદ હાઇવેને જોડતો 6. કિમી જેટલો સિંગલ પટ્ટી માર્ગ પર ઠેર ઠેર ખાડા ,બાવળના તેમજ અન્ય વૃક્ષોને કારણે વાહન ચાલકો માટે આ જોખમી સ્વરૂપ તેમજ વાહન ચાલકો માટે આ માર્ગ પર કોઈ મોટી ઘટના સર્જાય તે પહેલા ઝાડી ઝાખરા દૂર કરી નવીન રસ્તો બનાવવા માંગ ઉઠવા પામી . થાળા સંજેલી ચમારીયા ભામણ ને જોડતો રસ્તો નવ વર્ષ પહેલા નો રસ્તો ઉબડખાબડ અને બિસ્માર હાલતમાં હોવાના કારણે પારાવાર વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા સત્વરે આ રસ્તો તેમજ માર્ગની બાજુમાં આવેલ ઝાડી ઝાખરા દૂર કરવામાં આવે તેમજ રસ્તો પહોળો કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ ગ્રામજનોની માંગ ઉઠવા
પામી છે.
થાળા-સંજેલી, ભામણ ઝાલોદ રસ્તાનીબિસમાર હાલત : વાહન ચાલકો પરેશાન
By
Posted on