Vadodara

ત્રણ મહિનામાં બીજી વખત બન્યું ધારાસભ્યનું ડમી ફેસબુક એકાઉન્ટ

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ડમી એફબી એકાઉન્ટ બન્યુ

ધારાસભ્યે ફેસબુક પર પોસ્ટ મૂકી મિત્રોને સાવચેત રહેવા કરી અપીલ

એક તરફ લોકસભાની ચૂંટણીના બુગલ વાગી રહ્યા છે.ત્યારે વડોદરા જિલ્લાની ડભોઇ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ત્રણ મહિનામાં બીજી વખત ડમી ફેસબુક એકાઉન્ટ બનતા ધારાસભ્યએ પોલીસ વડાને પત્ર લખી ડમી એકાઉન્ટ બનાવતા ઈસમ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો

દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ત્રણ મહિનામાં ફરી એક વખત કોઈ શખ્સે ડમી ફેસબુક એકાઉન્ટ બનતા ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ફરી એકવાર ડમી એકાઉન્ટ બન્યું છે. અગાઉ પણ ડિસેમ્બર માસમાં ડમી એકાઉન્ટને લઈ ધારાસભ્ય એ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. ગત 19 ડિસેમ્બર 2023માં એ એકાઉન્ટ ડમી બનતા પત્ર લખી કડક કાર્યવાહી ની ધારાસભ્યએ માંગ કરી હતી. ત્રણ માસમાં બીજી વખત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ડમી એકાઉન્ટ બન્યું છે. ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ફેસબુક પર પોસ્ટ મૂકી ડમી એકાઉન્ટની માહિતી આપી હતી અને સાવચેત રહેવા પોતાની વિધાનસભાના અને તેમના ફેસબુક મિત્રોને માહિતગાર કર્યા છે. અગાઉ પણ ડિસેમ્બર 2023માં ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું. ત્યારે બીજી વખત તેમનું એકાઉન્ટ ડમી બનતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી ડમી એકાઉન્ટ બનાવનાર ઈસમ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

નોંધનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીની ગમે ત્યારે તારીખ જાહેર થઈ શકે છે. તે પહેલાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર તો ક્યાંક કટાક્ષ ભરી પોસ્ટ મુકવાનો દોર શરૂ થઈ ગયો છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાને બીજી વખત કોઈ ભેજાબાજ દ્વારા ટાર્ગેટ કરી તેમનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવતા ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ ડમી ફેસબુક એકાઉન્ટ બનાવનાર શખ્સ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Most Popular

To Top