2016ની સરખામણીમાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો 3 ગણી થી છે, તેને સમાંતર આપણા દેશમાં પેટ્રોલની કિંમત લગભગ રૂ. 70 પ્રતિ લીટરથી વધીને રૂ. 100 પ્રતિ લીટર થઈ છે. તેનો સીધો પ્રભાવ મોંઘવારી પર પડે છે. આપણા માટે આ ભાવવધારો ખાસ કષ્ટદાયક છે કારણ કે આપણે પોતાની જરૂરિયાતના 85 ટકા તેલ આયાત કરીએ છીએ. જો કોઈ પ્રાકૃતિક આપદા અથવા યુદ્ધ જેવી સ્થિતિમાં તેલનો આયાત ન થાય તો આપણી અર્થવ્યવસ્થા પૂર્ણ રીતે ઠપ થઈ જશે. આ જ કારણથી વડા પ્રધાને સાચુ કહ્યું હતું કે આપણે પોતાના તેલના પુરવઠામાં આયાતનો ભાગ ઘટાડી 50 ટકા પર લાવવો જોઈએ. તેલની કિંમતમાં વધારાથી આપણે આ દિશામાં આગળ વધીશું કારણ કે મોંઘા તેલથી ઈંધણનો વપરાશ ઓછો થશે. તો છતાં તેલની ઊંચી કિંમતોના 3 મુખ્ય નુકસાન છે જેના પર ધ્યાન આપવું પડશે.
પહેલું નુકસાન છે કે આપણી વેપાર ખાધ વધે છે, તેલ મોંઘુ થાય તો આપણે તેનો આયાત કરવા વધુ માત્રામાં ડોલરથી ચૂકવણી કરવી પડશે. આ ડોલરને મેળવવા આપણે વધુ માત્રામાં માલનો નિકાસ કરવો પડે છે. વધુ નિકાસ કરવા આપણે કેટલીક વખત પોતાના માલની કિંમત ઘટાડવી પડે છે. એટલે તેલની ઊંચી કિંમતોના કારણે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે પણ તેનું સમાધાન છે. જો આપણે વિનિર્માણની જગ્યાએ સેવા ક્ષેત્ર પર ધ્યાન આપીએ તો આપણે પોતાની તેટલી જ ઊર્જાથી વધુ આવક કરી શકીએ છીએ. સિનેમા, સંગીત, મેડિકલ, ટ્રાસક્રિપ્શન, વિવિધ ભાષાઓમાં અનુવાદ વિગેરે કાર્યોમાં ઊર્જાનો ઉપયોગ ઓછો છે. આપણે આ દિશામાં બ્રિટનથી પાઠ શીખવો જોઈએ, તેની ાવકમાં નાણાંકિય સેવાઓ પર્યટન અને શિક્ષા સેવાઓનું મોટું યોગદાન છે. આ કારણે બ્રિટન 1 કિલો તેલમાં 16.2 ડોલરની આવક કરે છે. ચીન વિનિર્માણ વધુ કરે છે એટલે તે જ ચીનમાં 1 કિલો તેલમાં માત્ર 5.3 ડોલર આવક ઊભી કરે છે. ભારત આટલા જ તેલમાં 8.2 ડોલર આવક મેળવે છે. એ વાચ સાચી છે કે તેલની ઊંચી કિંમતોથી આપણી વેપાર ખાધ વધે છે પણ તેનો માર્ગ ઉપલબ્ધ છે.
તેલની વધેલી કિંમતની બીજી અસર મોંઘવારી પર પડે છે. 2018માં આપણા દેશમાં મોંઘવારી દર 3.4 ટકા હતી જે આજે વધીને 6.2 ટકા થઈ છે. પણ સાથે જ જીએટી વસુલીમાં પણ સુધાર થયો છે. 2018માં આપણે દર મહિને આશરે 90 હજાર કરોડ રૂપિયા જીએસટી વસુલી રહ્યા હતા જે સપ્ટેમ્બર 2021માં વધીને 117 હજાર કરોડ થઈ છે. તેનો અર્થ થયો કે આપણા દેશમાં આર્થિક ગતિવિધિઓ ઝડપથી ચાલી રહી છે જેના કારણે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. એટલે મોંઘવારીનું કારણ માત્ર તેલની કિંમતો નથી, તેનું મૂળ કારણ અર્થતંત્રની ગતિ છે. તેલનો મોંઘવારી પર પ્રભાવ ન્યૂનતમ હોય છે. એક અભ્યાસ મુજબ પેટ્રોલની કિંમતોમાં 100 ટકા મૂલ્ય વૃદ્ધિ થાય છે તો તેનો મોંઘવારી પર 1 ટકા પ્રભાવ પડે છે.
જો ડિઝલની કિંમતોમાં 100 ટકાનો વધારો થાય છે તો તેની મોંઘવારી પર 2.5 ટકા અસર પડે છે. બંનનો સંયુક્ત પ્રભાવ 1.5 ટકા માની શકાય. તેલની કિંમતોમાં 50 ટકાનો વધારો થયો છે એટલે તેની મોંઘવારી પર માત્ર 0.8 ટકા અસર માની શકીએ. એ વાત સાચી કે તેલની અસર મોંઘવારી પર પડે છે પણે તેને મોંઘવારીનું પ્રમુખ કારણ કહી ન શકાય. ત્રીજી દલીલ છે કે મૂલ્ય વૃદ્ધથી નાણાંકિય ખાધ વધે છે. વર્તમાનમાં આયાત કરાયેલા તેલ પર કેન્દ્ર સરકાર 36 ટકા એક્સાઈઝ ડ્યુટી લગાવે છે. જો આયાત કરાયેલા પેટ્રોલની કિંમત 50 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેના પર રૂ. 18 વેરો લાગશે. જો આ જ તેલની કિંમત 70 રૂ. પ્રતિ લીટર થાય તો તેના પર 25 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી લાગશે. આમ સરકારને રાજસ્વ વધુ મળે છે અને નાણાંકિય ખાધ વધતી નથી પણ ઓછી થાય છે. જો સરકાર એક્સાઈઝમાં ઘટાડો કરે તો તેના રાજસ્વમાં ઘટાડો થશે.
આ અસરોની સામે તેલની વધેલી કિંમતોના કેટલાંક લાભ છે. પ્રથમ તો એ કે તેલની કિંમતો વૈશ્વિક અર્થતંત્રની ઝડપને દર્શાવે છે, આ ઝડપના કારણે આપણું નિર્યાત વધશે અને આપણા પ્રવાસીઓ દ્વારા જે રેમિટેન્સ મોકલવામાં આવે છે તેમાં પણ વધારો થશે. બીજી સારી અસર એ છે કે તેલ મોંઘુ થાય છે તો આપણે ઉર્જાના ઉપયોગની કુશળતામાં સુધારો કરી શકીએ છીએ જેમ કે આપણે કોઈ વાહન ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખીશું કે તે કેટલી એવરેજ આપે છે. ત્રીજો લાભ એ છે કે તેલની ઊંચી કિંમતોના કારણે તેલનો ખર્ચ ઓછો થશે જેના પગલે ગ્લોબલ વોર્મિંગ ઓછી થશે જેના કારણે પૂર, દુકાળ, વાવાઝોડું જેવી પ્રાકૃતિક આપદાઓ ઓછી થશે અને આપણા અર્થતંત્ર પર ઓછી અસર પડશે. ચોથો લાભ એ છે કે તેલની વધેલી કિંમતના કારણે દેશમાં ઉર્જાની કિંમત વધશે જેના પગલે સૌર અને વાયુ ઉર્જાને પ્રોત્સાહન મળશે. એટલે તેલની ઊંચી કિંમતોનું આકલન કરીએ તો હાનિને આપણે હટાવી શકીએ જ્યારે લાભને મેળવવાના પ્રયાસ કરવા જોઈએ. તેલની ઊંચી કિંમતોનું સ્વાગત કરવું જોઈએ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
2016ની સરખામણીમાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો 3 ગણી થી છે, તેને સમાંતર આપણા દેશમાં પેટ્રોલની કિંમત લગભગ રૂ. 70 પ્રતિ લીટરથી વધીને રૂ. 100 પ્રતિ લીટર થઈ છે. તેનો સીધો પ્રભાવ મોંઘવારી પર પડે છે. આપણા માટે આ ભાવવધારો ખાસ કષ્ટદાયક છે કારણ કે આપણે પોતાની જરૂરિયાતના 85 ટકા તેલ આયાત કરીએ છીએ. જો કોઈ પ્રાકૃતિક આપદા અથવા યુદ્ધ જેવી સ્થિતિમાં તેલનો આયાત ન થાય તો આપણી અર્થવ્યવસ્થા પૂર્ણ રીતે ઠપ થઈ જશે. આ જ કારણથી વડા પ્રધાને સાચુ કહ્યું હતું કે આપણે પોતાના તેલના પુરવઠામાં આયાતનો ભાગ ઘટાડી 50 ટકા પર લાવવો જોઈએ. તેલની કિંમતમાં વધારાથી આપણે આ દિશામાં આગળ વધીશું કારણ કે મોંઘા તેલથી ઈંધણનો વપરાશ ઓછો થશે. તો છતાં તેલની ઊંચી કિંમતોના 3 મુખ્ય નુકસાન છે જેના પર ધ્યાન આપવું પડશે.
પહેલું નુકસાન છે કે આપણી વેપાર ખાધ વધે છે, તેલ મોંઘુ થાય તો આપણે તેનો આયાત કરવા વધુ માત્રામાં ડોલરથી ચૂકવણી કરવી પડશે. આ ડોલરને મેળવવા આપણે વધુ માત્રામાં માલનો નિકાસ કરવો પડે છે. વધુ નિકાસ કરવા આપણે કેટલીક વખત પોતાના માલની કિંમત ઘટાડવી પડે છે. એટલે તેલની ઊંચી કિંમતોના કારણે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે પણ તેનું સમાધાન છે. જો આપણે વિનિર્માણની જગ્યાએ સેવા ક્ષેત્ર પર ધ્યાન આપીએ તો આપણે પોતાની તેટલી જ ઊર્જાથી વધુ આવક કરી શકીએ છીએ. સિનેમા, સંગીત, મેડિકલ, ટ્રાસક્રિપ્શન, વિવિધ ભાષાઓમાં અનુવાદ વિગેરે કાર્યોમાં ઊર્જાનો ઉપયોગ ઓછો છે. આપણે આ દિશામાં બ્રિટનથી પાઠ શીખવો જોઈએ, તેની ાવકમાં નાણાંકિય સેવાઓ પર્યટન અને શિક્ષા સેવાઓનું મોટું યોગદાન છે. આ કારણે બ્રિટન 1 કિલો તેલમાં 16.2 ડોલરની આવક કરે છે. ચીન વિનિર્માણ વધુ કરે છે એટલે તે જ ચીનમાં 1 કિલો તેલમાં માત્ર 5.3 ડોલર આવક ઊભી કરે છે. ભારત આટલા જ તેલમાં 8.2 ડોલર આવક મેળવે છે. એ વાચ સાચી છે કે તેલની ઊંચી કિંમતોથી આપણી વેપાર ખાધ વધે છે પણ તેનો માર્ગ ઉપલબ્ધ છે.
તેલની વધેલી કિંમતની બીજી અસર મોંઘવારી પર પડે છે. 2018માં આપણા દેશમાં મોંઘવારી દર 3.4 ટકા હતી જે આજે વધીને 6.2 ટકા થઈ છે. પણ સાથે જ જીએટી વસુલીમાં પણ સુધાર થયો છે. 2018માં આપણે દર મહિને આશરે 90 હજાર કરોડ રૂપિયા જીએસટી વસુલી રહ્યા હતા જે સપ્ટેમ્બર 2021માં વધીને 117 હજાર કરોડ થઈ છે. તેનો અર્થ થયો કે આપણા દેશમાં આર્થિક ગતિવિધિઓ ઝડપથી ચાલી રહી છે જેના કારણે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. એટલે મોંઘવારીનું કારણ માત્ર તેલની કિંમતો નથી, તેનું મૂળ કારણ અર્થતંત્રની ગતિ છે. તેલનો મોંઘવારી પર પ્રભાવ ન્યૂનતમ હોય છે. એક અભ્યાસ મુજબ પેટ્રોલની કિંમતોમાં 100 ટકા મૂલ્ય વૃદ્ધિ થાય છે તો તેનો મોંઘવારી પર 1 ટકા પ્રભાવ પડે છે.
જો ડિઝલની કિંમતોમાં 100 ટકાનો વધારો થાય છે તો તેની મોંઘવારી પર 2.5 ટકા અસર પડે છે. બંનનો સંયુક્ત પ્રભાવ 1.5 ટકા માની શકાય. તેલની કિંમતોમાં 50 ટકાનો વધારો થયો છે એટલે તેની મોંઘવારી પર માત્ર 0.8 ટકા અસર માની શકીએ. એ વાત સાચી કે તેલની અસર મોંઘવારી પર પડે છે પણે તેને મોંઘવારીનું પ્રમુખ કારણ કહી ન શકાય. ત્રીજી દલીલ છે કે મૂલ્ય વૃદ્ધથી નાણાંકિય ખાધ વધે છે. વર્તમાનમાં આયાત કરાયેલા તેલ પર કેન્દ્ર સરકાર 36 ટકા એક્સાઈઝ ડ્યુટી લગાવે છે. જો આયાત કરાયેલા પેટ્રોલની કિંમત 50 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેના પર રૂ. 18 વેરો લાગશે. જો આ જ તેલની કિંમત 70 રૂ. પ્રતિ લીટર થાય તો તેના પર 25 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી લાગશે. આમ સરકારને રાજસ્વ વધુ મળે છે અને નાણાંકિય ખાધ વધતી નથી પણ ઓછી થાય છે. જો સરકાર એક્સાઈઝમાં ઘટાડો કરે તો તેના રાજસ્વમાં ઘટાડો થશે.
આ અસરોની સામે તેલની વધેલી કિંમતોના કેટલાંક લાભ છે. પ્રથમ તો એ કે તેલની કિંમતો વૈશ્વિક અર્થતંત્રની ઝડપને દર્શાવે છે, આ ઝડપના કારણે આપણું નિર્યાત વધશે અને આપણા પ્રવાસીઓ દ્વારા જે રેમિટેન્સ મોકલવામાં આવે છે તેમાં પણ વધારો થશે. બીજી સારી અસર એ છે કે તેલ મોંઘુ થાય છે તો આપણે ઉર્જાના ઉપયોગની કુશળતામાં સુધારો કરી શકીએ છીએ જેમ કે આપણે કોઈ વાહન ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખીશું કે તે કેટલી એવરેજ આપે છે. ત્રીજો લાભ એ છે કે તેલની ઊંચી કિંમતોના કારણે તેલનો ખર્ચ ઓછો થશે જેના પગલે ગ્લોબલ વોર્મિંગ ઓછી થશે જેના કારણે પૂર, દુકાળ, વાવાઝોડું જેવી પ્રાકૃતિક આપદાઓ ઓછી થશે અને આપણા અર્થતંત્ર પર ઓછી અસર પડશે. ચોથો લાભ એ છે કે તેલની વધેલી કિંમતના કારણે દેશમાં ઉર્જાની કિંમત વધશે જેના પગલે સૌર અને વાયુ ઉર્જાને પ્રોત્સાહન મળશે. એટલે તેલની ઊંચી કિંમતોનું આકલન કરીએ તો હાનિને આપણે હટાવી શકીએ જ્યારે લાભને મેળવવાના પ્રયાસ કરવા જોઈએ. તેલની ઊંચી કિંમતોનું સ્વાગત કરવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.