Vadodara

તેરા તુજકો અર્પણ: પોલીસ દ્વારા કુલ રૂ.35,11,156નો મુદામાલ મૂળ માલિકોને પરત સોંપાયો


*શહેરના ઝોન -03હસ્તકના પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોના ગુમ થયેલા ચીજવસ્તુઓ સહિતનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત સોંપાયો*


(પ્રતિનિધિ) વડોદરા તા. 31

શહેરના ઝોન -03 વડોદરા શહેર પોલીસ હસ્તકના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી ચોરી અને ગુમ થયેલા મોબાઇલ ફોન, વાહનો, સોનાના દાગીના તથા સાયબર ફ્રોડના કેસોમાં રિફંડ સહિતના મુદામાલ રિકવર કરી કુલ રૂપિયા 35,11,156નો મુદામાલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ નાગરિકોને પરત કર્યો હતો.
વડોદરા શહેર પોલીસના ઝોન -03 હસ્તકના પાણીગેટ, વાડી,કપૂરાઇ, માંજલપુર, મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરિકોના ગુમ અથવાતો ચોરી થયેલા મોબાઇલ ફોન, વાહનો, સોનાના દાગીના અને સાયબર ફ્રોડના કેસમાં રિફંડ તેમજ અન્ય મુદામાલ શોધી કાઢીને રિકવર કરીને મૂળ માલિકોને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત કર્યા હતા. જેમાં મોબાઇલ ફોન -16નંગ, વાહનો -04, સોનાની રીંગ -01, સોનાની ચેઇન -01નંગ,એન્ટિક વોચ -01નંગ, સાયબર રિફંડ તથા અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ. 35,11,156નો મુદામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ પોલીસ કમિશનર ઝોન -03 અભિષેક ગુપ્તા સહિતના પોલીસ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહી આ મુદામાલ મૂળ માલિકોને સોંપ્યો હતો.આ દરમ્યાન નાગરિકોએ વડોદરા શહેર પોલીસની કામગીરીને બિરદાવી હતી સાથે જ તેમણે પોલીસ અધિકારીઓ,કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top