છોટા ઉદેપુર: છોટા ઉદેપુરથી વડોદરા જતી ટ્રેનમાં તેજગઢ રેલ્વે સ્ટેશન પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, યુવાન ટ્રેનમાં ચઢવા પ્રયાસ કરતી વખતે પગ લપસતા ફસડાઈ ગયો હતો અને તેનું મોત થયું હતું.
મૃતક યુવાનનું નામ દીપ જાડેજા છે અને તે છોટાઉદેપુર આરટીઓમાં કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે તે પોતાના ઘરે વડોદરા તરફ જતા હતા. ઘટના સ્થળે જ દીપ જાડેજાનું મોત નિપજ્યું હતું.
સ્થાનિક રેલ્વે અને પોલીસકર્મીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. મૃતકના પરિવારજનોને જાણ કરવામા આવી હતી. આ બનાવને લઇને સ્થાનિક પ્રજામાં ભારે શોક ની લાગણી ફેલાઈ હતી