Vadodara

તુલસીવાડીમાં બે યુવકો વચ્ચે થયેલી મારામારીમાં હનુમાનજીની પ્રતિમા ખંડિત થઇ..

મંદિરના સંચાલક સહિતના લોકોનો યુવકના પરિવારના સભ્યો પર હિંસક હુમલો..

કુંભારવાડી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી..

એક તરફ સમગ્ર વડોદરા શહેરના ગણેશજીના વિસર્જનની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું હતું. ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા તુલસીવાડીમાં બે યુવકો વચ્ચે કોઇ કારણોસર મારમારી થઇ હતી. જેમાં બંને યુવકો છુટા પથ્થરો એકબીજા પર મારતા એક પથ્થર હનુમાનજીની પ્રતિમાને વાગી જતા ખંડિત થઇ ગઇ હતી. જેના કારણે કેટલાક લોકોએ તેની રીષ રાખીને યુવકના પરિવારના ઘરે ધસી ગયા હતા અને હથિયારોથી મહિલા સહિતના લોકો પર હુમલો કર્યો હતો. બંને પક્ષોએ સામસામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાંથી 17 સપ્ટેમ્બરના રોજ શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી રહી હતી. ત્યારે જ બે યુવકો વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં બંને સામસામે મારામારી કરવા લાગ્યા હતા. તેઓ એકબીજા પર પથ્થરોમાં એકબીજા પર છુટા મારવા લાગ્યા હતા. જે પથ્થર હનુમાનજીન પ્રતિમાન જઇને વાગતા પ્રતિમા ખંડિત થઇ હતી. જેના કારણે મંદિરના પુજાર કરનાર સહિતના લોકો હથિયાર સાથે ભેગા મળીને ઝઘડો કરનાર યુવકના ધસી ગયા હતા અને તેમના પરિવારના સભ્યો પર હથિયારોથી હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બીજી તરફ તેમના અંગત ઝઘડામાં મંદિર તથા હનુમાનજીની પ્રતિમાને નુક્સાન પહોંચાડવામાં આવતા સ્થાનિક લોકોમાં આ લોકો પ્રત્યે ભારે રોષ ફેલાયો છે. જેમાં બંને પક્ષોએ કુભારવાડા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

–હુમલો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સીપી સમક્ષ માગ

બે યુવકો વચ્ચે થયેલી છુટાહાથની મારામારીમાં સંજોગોવસાત મંદિરમાં હનુમાનજીની પ્રતિમા ખંડિત થઇ ગઈ પરંતુ આ કોઇ જાણી જોઇને કરેલું કૃત્ય નથી. બંને યુવકો હિન્દુ કોમના હતા જેથી તેઓ મૂર્તિને ખંડીત કરવાનો કોઇ મનસુબો કે ઇરાદો ન હતો. તેમ છતાં મંદિરનું સંચાલન કરનાર સહિતના લોકોએ યુવકના પરિવારના સભ્યો પર હિંસક હુમલો કર્યો હતો. જેથી આ પરિવારના સભ્યો બુધવારના રોજ પોલીસ કમિશરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

Most Popular

To Top