કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. ચાર દાયકાથી ડાબેરી લોકશાહી મોરચા (LDF) ના ગઢ રહેલા તિરુવનંતપુરમમાં ભાજપે ભગવો ધ્વજ ફરકાવ્યો છે. કેરળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના આ પ્રદર્શનથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક વિજય બદલ ભાજપને અભિનંદન પાઠવ્યા છે.

એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું, “આભાર, તિરુવનંતપુરમ! તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ-એનડીએને મળેલો જનાદેશ કેરળના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક છે. લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે કે ફક્ત અમારી પાર્ટી જ રાજ્યની વિકાસની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે. અમારી પાર્ટી આ જીવંત શહેરને વિકસાવવા અને લોકો માટે જીવનની સરળતા સુધારવા માટે અથાક મહેનત કરશે.”
વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાનદાર ચૂંટણી પરિણામ સુનિશ્ચિત કરવા માટે લોકો વચ્ચે કામ કરનારા તમામ મહેનતુ ભાજપ કાર્યકરોનો આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. આજનો દિવસ એ કાર્યકરોની મહેનત અને સંઘર્ષને યાદ કરવાનો છે જેઓ પેઢીઓથી કેરળમાં પાયાના સ્તરે કામ કરી રહ્યા છે, જેમના કારણે આ પરિણામ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે અમારા કાર્યકરો અમારી શક્તિ છે અને અમને તેમના પર ગર્વ છે.