(પ્રતિનિધિ) વડોદરા તા.06
શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા એકતા નગરમાં એક ઇસમ દ્વારા મહિલાને “તારા પતિનો પગ નથી તો મારી પાસે આવતી રહે” તેમ જણાવી છેડતી કરતો હોવાની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા એકતા નગરમાં મસ્જિદ પાસે અને એકતાનગર વાવ પાસે મજહર દોસુભાઇ બેલીમ નામના ઇસમ દ્વારા પરણિત મહિલા કે જેઓના પતિનો પગ નથી .તેણીને આંખોથી ગંદા ઇશારા કરી “તારા પતિનો પગ નથી તો મારી પાસે આવતી રહે”તેમ કહી છેડતી કરી હતી અને ગત તા.04-06-2025 ના રોજ બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ મહિલા બંગલાનું કામ પતાવીને પોતાના ઘરે જતા હતા તે દરમિયાન ઇસમે એકતાનગર વાવ પાસે મહિલાનો જાતિય સતામણી ના ઇરાદાથી હાથ પકડી અવારનવાર હેરાનગતિ કરતા સમગ્ર મામલે મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.