“વિરાટ નારાયણ વન” અંતર્ગત ” એક પેડ શ્રી નારાયણ બાપુ કે નામના ” સૂત્ર સાથે તાજપુરા ખાતે 18 મી સપ્ટેમ્બરે 11,111 વૃક્ષારોપણ સાથે 05 લાખ વૃક્ષો રોપવાનું આયોજન.
હાલોલ તાલુકાના પ્રસિદ્ધ તાજપુરાના શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તથા વન વિભાગ પંચમહાલના સયુંકત ઉપક્રમે પંથકના મહાન સંત શ્રી પરમ પૂજ્ય બ્રહ્મલિન શ્રી નારાયણ બાપુની પાવનધરા તાજપુરા ખાતે પ.પૂ. શ્રી નારાયણ બાપુના નિવાસ સ્થાન પાસે વન વિભાગની જમીનમાં પાંચ લાખ આયુર્વેદિક વૃક્ષો વાવી “વિરાટ નારાયણ વન”નો ઉછેર તથા જાળવણી કરવાનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નારાયણ પરિવારના દરેક ભક્ત, પ્રાકૃતિક કૃષિ ખેડૂતો, પૂર્વ સૈનિકો, વિદ્યાર્થીઓ, યોગ પરિવાર તથા દરેક સામાજિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા “એક પેડ નારાયણ બાપુ કે નામ” અને માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સૂત્ર “એક પેડ મા કે નામ” માટે રોપવામાં આવશે જે અંતર્ગત આજે ગુરુવારે શ્રી નારાયણ ધામ તાજપુરાની શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિરાટ વન તાજપુરા ન કાર્યક્રમ અંતર્ગત પૂર્વ તૈયારીઓના ભાગરૂપે એક બેઠક યોજાઇ હતી આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, ભરૂચના પૂર્વ ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર શ્રી નારાયણ અન્નપૂર્ણા આરોગ્યધામ ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ ગોર,ટ્રસ્ટી જયંતીભાઈ પંચાલ, સુનિલભાઈ, પ્રો. પ્રજ્ઞેશભાઈ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયના ડૉ રાજુ એમ.ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ વિવિધ ગામના સરપંચો તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિરાટ નારાયણ વનને અંતર્ગત વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને એકબીજા સાથે સલાહ સૂચનોની આપ-લે કરી કાર્યક્રમની આગોતરા આયોજનની તૈયારીઓ આરંભવામાં આવી હતી જેમાં કાર્યક્રમના દિવસે 11,111 વૃક્ષો રોપી પાંચ લાખ વૃક્ષો રોપવાની નેમ સાથે વિરાટ નારાયણ વનનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં આગામી તારીખ ૧૮/૦૯/૨૪, બુધવારે ભાદરવી પૂનમના પવિત્ર દિવસે સવારે ૦૯.૩૦ વાગે શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે યોજાશે તેવી માહિતી મળવા પામી છે જેમાં વૃક્ષો વાવીએ વિશ્વ વ્હાલું લાગશે” જે પર્યાવરણ સંતુલન, જૈવ વિવિધતા, વૈશ્વિક તાપમાનમાં ઘટાડો કરવા તથા સૌના જીવનમાં માનસિક સંતુલન, ઉમંગ, ઉત્સાહ, સમૃદ્ધિ અને જગદગુરુ ભારત નિર્માણમાં ઉપયોગી થશેના સંદેશ સાથે એ વિરાટ નારાયણ વનના નિર્માણના આ મહા વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવવા સૌને કોઈને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે