Vadodara

તાંદલજા વિસ્તારમાં પત્રકાર કોલોનીમાં ડ્રેનેજના પ્રશ્ને ચૂંટણી બહિષ્કારની ચીમકી

  • છેલ્લા 6 મહિનાથી સમસ્યા હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ
  • વોર્ડ 11ની કચેરી ખાતે રજૂઆત કરવા ગયા ત્યારે કર્મચારીઓ ગાયબ થઇ ગયા

વડોદરાના તાંદલજા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે. 5 ચેમ્બર બેસી જતા લોકોના ઘરમાં શૌચાલયમાં પાણી ઉભરાઈ રહ્યા છે. અનેકવિધ રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ હવે ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

તાંદલજા વિસ્તારમાં આવેલી પત્રકાર કોલોની ખાતે છેલ્લા છ મહિનાથી ગટરની સમસ્યાથી લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. આ વિસ્તારમાંથી પસાર થતી ગટરના 5 ચેમ્બર તૂટી જતા ગટરલાઇન ઉભરાઈ રહી છે. સ્થાનિકો દ્વારા અનેકવિધ રજૂઆતો કરવામાં આવી હતી છતાં સમસ્યા ઠેરની ઠેર છે. ઓનલાઇન પણ ફરિયાદો અનેકવાર કરવામાં આવી હતી પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વોર્ડ 11ની કચેરી ખાતે રજૂઆતો કરવા જાય ત્યારે ત્યાંથી ઉડાઉ જવાબ મળતા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે સ્થાનિકોએ પોતાની સમસ્યાનું જો નિરાકરણ નહિ આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top