Vadodara

તાંદલજામા કુત્રિમ તળાવ બનાવવા આવેલી કોર્પોરેશનની ટીમનો રહીશોએ કર્યો સખત વિરોધ,કામગીરી અટકાવી

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરા : તાંદલજા ખાતે કુત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો.હાલમાં મુસ્લિમ તહેવાર મોહરમ આવી રહયા છે.જે બાદ તાજીયા બેસાડવામાં આવે છે. જેને 5 દિવસ બાદ ઠંડા કરવામાં આવે છે. જયારે તાંદલજાના તાજીયા સરસીયા તળાવ ખાતે ઠંડા કરવા લઈ જવામાં આવે છે. વિસ્તારમાં તળાવની જરૂર ન હોઈ ત્યારે લોકોએ કામગીરી અટકાવી વિરોધ દર્શાવ્યો હતો. જે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કુત્રિમ તળાવ બનાવવા નું સૂચન આપ્યું હતુ.

આજ઼રોજ કોર્પોરેશન ના ડમ્પર અને હિટાચી મશીન લઈ LIG ખાતેના મેદાનમાં કુત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટિમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

Most Popular

To Top