Vadodara

તાંદલજામાં ફરીથી થઈ ગયેલા દબાણો દૂર કરાયા

તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશન દબાણ શાખાનો સપાટો

મહિના અગાઉ દૂર કરેલા દબાણો ફરી ઉભા થઈ જતાં કાર્યવાહી


શહેરના અનેક ઠેકાણે દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે દબાણ શાખા દ્વારા જે.પી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધીમાં રોડ રસ્તાની બંને બાજુ ઊભા કરાયેલા હંગામી લારીગલ્લા, કેબીનો અને શેડના દબાણોને હટાવવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ શાખાએ ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. શહેરમાં પાલિકાએ બનાવેલા ફૂટપાથ તેમજ કેરેજ-વે અને મુખ્ય બજારોમાં ઉભા રહેતા લારીગલ્લા અને પથારાના દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવે છે. ત્યારે શહેરના તાંદલજા વિસ્તારમાં જેપી રોડ પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ તરફના રોડ પર બંને તરફના દબાણને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.


શહેરના અનેક ઠેકાણે દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે દબાણ શાખાએ જે.પી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધીમાં રોડ રસ્તાની બંને બાજુ ઊભા કરાયેલા હંગામી લારીગલ્લા, કેબીનો અને શેડના દબાણોને હટાવવામાં આવ્યા હતા. મહિના પહેલા જ આજ વિસ્તારમાં દબાણો દૂર કરાયા હતા ત્યારે ફરી દબાણ શાખાએ બે ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. શહેરમાં પાલિકાએ બનાવેલા ફૂટપાથ તેમજ કેરેજ-વે અને મુખ્ય બજારોમાં ઉભા રહેતા લારીગલ્લા અને પથારાના દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવે છે. ત્યારે શહેરના તાંદલજા વિસ્તારમાં જેપી રોડ પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ તરફના રોડ પર બંને તરફના દબાણને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
દબાણ શાખાએ રોડની બંને બાજુ ઊભા કરાયેલા કેબિન તથા પથારાના દબાણ અને હટાવી ફૂટપાથ ખુલ્લા કર્યા હતા. દબાણ શાખાની કામગીરી દરમિયાન લારીગલ્લા ધારકોએ મહિના પહેલા વિરોધ કર્યો હતો. જેને લઈ ને ફરી એવો બનાવ ન બને તે હેતુ થી પાલિકા ટીમ સાથે પોલીસ બંદોબસ્ત અને ફાયર વિભાગની ટીમ JCB સાથે રાખી દબાણ દૂર કરવા પહોંચી હતી. ત્યારે કેટલાક વેપારીઓ લારી અને પથારાનો સામાન લઈ ભાગતા નજરે પડ્યા હતા. દબાણ શાખાએ સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top