Vadodara

તાંદલજાના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી કોર્પોરેશનની નિષ્ક્રિયતાનો વિરોધ


વડોદરા શહેરના સમગ્ર તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા તેમજ મસમોટા ભૂવાઓના રાજ અંગે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડનું સમારકામ પણ કરવામાં આવતું નથી. જેને લઈને આખા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાર્ડ 10 રોડ શાખામાં, કમિશનર અને કોર્પોરેટર ને રજૂઆત કરવા છતાંય પેટનું પાણી હાલતુ નથી કે વિસ્તારના વિકાસ તરફ કોઈ ધ્યાન અપાતું નથી. જેથી આજરોજ તાંદલજા વિસ્તારમાં જે પી પોલિસ સ્ટેશનથી તાંદળજા ગામને જોડતો રસ્તા પર પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

તાંદળજા સોસાયટી સંગઠનના પ્રમુખ અસ્ફાક મલેકની આગેવાનીમાં સ્થાનિક કાર્યકર ઐયુબ દાઢી, ફરહાન પટેલ, અસફાક પટેલ તેમજ અન્ય સ્થાનિકોએ હાજરી આપી હતી

Most Popular

To Top