Business

તહેવારોની મજા

આપણો ભારત દેશ વિવિધ જહેવારોથી સમૃધ્ધ દેશ છે. વર્ષ દરમ્યાન આપણે કેટલા બધા તહેવારો ઉજવીને તેની મજા માણીએ છીએ. આપણા દેશમાં  એટલા તહેવારો વિશ્વના કોઇ દેશમાં નહીં હોય. અહી વાત એ છે કે તહેવાર ઉજવાય છે કઇ રીતે ? આપણે ત્યાં તો બે ત્રણ રજા સાથે આવી જાય અને જો કોઇ તહેવાર આવતો હોય તો પરિવાર સાથે રહેતા યુવા કપલ તો બહાર ફરવા જતા રહેતા હોય છે.

આ એખ જાતની ફેશન થઇ ગઇ છે. અમે લોકો આનાથી ટેવાઇ ગયા છે પણ હકીકતમાં આ બરાબર નથી. તહેવારની સાચી મજા તો પરિવાર સાથે જ આવતી હોય છે તહેવારનો મુખ્ય ઉદ્દેશ પરિવારના દરેક સભ્યો સાથે મળીને આનંદ કરે મજા કરે અને એ પ્રસંગને યાદગાર બનાવે હમણાં નજીકમાં જ ઉત્રાણનો તહેવાર આવે છે ત્યારે આપણે જોઇશું કે પહેલાના જમાનામાં ઘરના ધાબા કે અગાશીઓ પરિવારથી છલકાતી જોવા મળતી હતી જયારે આજે માંડ પાંચ પચીસ માણસ અગાસીમાં જોવા મળે છે. આનું કારણ આજ છે તહેવારને સાથે ઉજવીને જીવનભર ટકી રહે તેવી યાદો બનાવવી જોઇએ આમ કરવાથી પરિવારમાં પ્રિયજનો સાથે ભાવનાત્મક બંધન ગાઢ બને છે.
અડાજણ – શીલા સુભાષ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top