Columns

તદ્દન સાદુ સત્ય

એક જાપાની કથા છે. એક માણસ પોતાના બગીચામાં સુંદરતમ ફૂલો ઉગાડે કે તેના બગીચાની પાસેથી કોઈ પસાર થાય તો બસ ફૂલોને જોતું જ રહી જાય. આ માણસને એક અજબ ધૂન હતી કે સંશોધન કરી બસ સુંદરતમ ફૂલો ઉગાડવા. તેને ફૂલો ઉગાડીને પૈસા કમાવાન હતા, તેને ફૂલો ઉગાડીને કોઈ નામના મેળવવી ન હતી. બસ એક શોખ હતો સુંદર ફૂલો ઉગાડવાનો અને તે બસ સુંદરતમ સુંદર ફૂલોઉગાડતો હતો.

એના બગીચામાં અદભુત ફૂલો જોઈને લોકોમાં એવી વાત ચાલવા માંડી હતી કે આ માણસ કોઈ રહસ્યમય વિદ્યા કે જાદુ જાણે છે નહીંતર ક્યાંય ન ઉગે તેવા સુંદરતમ ફૂલો તેના બગીચામાં શું કામ ઉગે આખા દેશમાં ઘણા માળી છે આખા દેશમાં ઘણા ફૂલોના જાણકારો છે કંઈક કેટલા બગીચા છે છતાં પણ આ માણસના બગીચામાં છે એટલા સુંદર ફૂલો ક્યાંય ઉગતા નથી. ધીમે ધીમે આ માણસ અને તેના ફૂલોની કીર્તિ દેશના રાજાના કાને આવી એટલે આ વાતનું રહસ્ય જાણવા માટે રાજાએ એને પોતાના મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું.

માણસ જ્યારે મહેલમાં આવ્યો ત્યારે રાજા તેને પોતાના બગીચામાં લઈ ગયા.રાજાના બગીચામાં પણ સુંદરતમ ફૂલો લહેરાતા હતા, માણસ તો તે સુંદર ફૂલો જોઈને ખુશ ખુશ થઈ ગયો. થોડીવાર વાતચીત થયા પછી રાજાએ તે માણસને પૂછ્યું કે, ‘તમારા બગીચામાં આવા સરસ ફૂલો તમે કઈ રીતે ઉગાડી શકો છો? શું કોઈ રહસ્ય કે જાદુઈ વિદ્યા છે??’ ત્યારે તે માણસે જવાબ આપ્યો, ‘મહારાજ, તેનું કોઈ રહસ્ય નથી… કોઈ જાદુ પણ નથી… સાવ તદ્દન સાદી વાત છે. જે તમારા અને મારા મનની છે. જે વાત મારા બગીચાની છે,તે દેશ આખાની તમામ પ્રવૃત્તિઓની છે.’  રાજાએ પૂછ્યું, ‘એટલે એમાં મનની શી વાત લાગુ પડે છે?’ માણસે કહ્યું, ‘ મહારાજ, જેમ એક સુંદર સારો વિચાર મનમાં લાવવો હોય તો અનેક નાના નિર્માલ્ય વિચારોને ઉચ્છેદીને મનમાંથી દૂર કરવા જરૂરી છે.

બરાબર એવી જ રીતે મારા બગીચામાં એક સુંદર સારું ફૂલ મેળવવા માટે નકામા છોડ,પાન ઘાસ અને નિર્માલ્ય નાના નાના ફૂલો આપતા અનેક ફૂલ છોડોને હું ઉખાડીનેદૂર કરી નાખું છું અને ત્યારે જ મને એક સુંદરતમ સારું ફૂલ મળે છે. આ તદ્દન સાદું સરળ સત્ય દરેક પ્રવૃત્તિઓને લાગુ પડે છે,જયારે માણસ નાની-નાની નિર્માલ્ય પ્રવૃત્તિઓને જીવનમાંથી કાઢી નાખે અનેખરેખર એક જ મનગમતી ઉચ્ચતમ પ્રવૃત્તિ પાછળ પોતાની જાતને લગાવે ત્યારે તે સુંદર ઉચ્ચતમ સફળતાનું ફળ મેળવે છે. રાજાને આ સરળ સત્ય સમજાઈ ગયું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top