Charchapatra

તંતોતંત અને તર્કદુષ્ટ રાજકારણ

અંગત હિત અને સ્વાર્થ માટે પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટા ચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ વડી અદાલતમાં કરવી, પ્રતિકૂળ મહિલા નેતાને અથવા અણમાનીતા હરીફ નેતાની મા-બહેનને ફટકા અગર આઇટમ કીહને વગોવવી, પોતાનો મઝહબ અપનાવીને લગ્ન કરવાનો ઇન્કાર કરનાર યુવતીની જધન્ય હત્યા કરનારા અથવા સામૂહિક બળાત્કાર ગુજારનારા અપરાધીઓના એન્કાઉન્ટરની માગણી કરવી, વિવાદાસ્પદ કાર્ટુન દોરાનર સર્જક અને પ્રકાશકને ગંભીર જફા પહોંચાડનાર અસહિષ્ણુઓના બહિષ્કાર પોકારવા, પ્રતિસ્પર્ધી લીડરને હેરાનગતિ પહોંચાડવા માટે યેનકેન પ્રકારે એમની ઓફિસ શો રૂમને તોડી પાડવા યા ઘરપર આવકવેરાના દરોડા પડાવવા, મીડિયા અને ચેનલો ગ્લેમર પાછળ ભાગતા હોવાથી ગ્લેમરસ સેલિબ્રિટીને પક્ષના પ્રવકતા અગર સ્ટાર પ્રચારક તરીકે નીમવા આદિ રાજદ્વારી પરિદૃશ્યો આપણા દેશમાં દેખાય છે.

અમદાવાદ                  – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top