Entertainment

ડોલી ચઢતે હી

ડોલી ચઢતે હી હીર ને બૈન કિયે…. ઓઓઓ
મુઝે લે ચલે બાબુલ લે ચલે વે
મુઝે રોક લે બાબુલ રોક લે તુ
ડોલી બૈરી કહાર લે ચલે વે… હંઅં… હંઅં…. હંઅં…
દો-ચાર ઘડી ભી ના ચૈન પાયા
દુ:ખ દર્દ મુસીબતે લે ચલે વે
મેરા કહા સૂના સબ માફ કરના
કુછ રોજ તેરે ઘર રહ ચલે વે
તુઝે રાંઝના રબકે હવાલે કિયા
હમ દેશ મેં ઝાલિમોં કે ચલે વે
રહી પ્યાર કી ઝોલી દેખ ખાલી
કોઇ ચીઝ ભી સાથ ના લે ચલે વે
મેરે બાદ ખબર તેરી કૌન લેગા
તેરે ભાગ મેં હે તન્હાઇયાં વે
મુઝે ઓર ઉમ્મીદ થી ઔર હુઆ
કી રબ ને બેપરવાઇયાં વે ઓઓઓ
કી રબને બેપરવાઇયાં વે….
ગીત: કૈફી આઝમી સ્વર: લતા મંગેશકર સંગીત: મદન મોહન ફિલ્મ: હીરા રાંઝા દિગ્દર્શક: ચેતન આનંદ વર્ષ: ૧૯૭૦
કળાકારો: રાજકુમાર, પ્રિયા રાજવંશ, જયંત, પ્રાણ, જીવન, વીણા, પૃથ્વીરાજ કપૂર, મુમતાઝ બેગમ, કામિની કૌશલ, શૌકત આઝમી.

હીર રાંઝા’માં હીર એ રાંઝાને પરણી નથી શકતી જેને તે જીવથી વધારે ચાહે છે. તે પરણે છે. ખેરા (અજીત)ને. આ ખેરા તેની નહીં, તેના પિતાની પસંદ છે. પ્રેમીઓ તો વિદ્રોહી મિજાજના હોય છે પણ આ હીર તેના પિતાને, કુટુંબને ય ચાહે છે એટલે સંસ્કારવશ અને એ જમાને પુરુષોનું જ ચાલતું એ કારણે જેને નથી પરણવું તેને પરણે છે, પણ લગ્નની વિદાયવેળા તે અત્યંત વેદના સાથે બાપને કહે છે કે તમે મારી સાથે, તમારી લાડકી દિકરી સાથે આ કર્યુ? મને રોકી લો…. રોકી લો… પણ પિતા તો પિતા છે, તે દિકરીની વેદનાથી વધુ લગ્નના મંડપમાં તો સમાજનો પ્રતિનિધી છે. હીરની વેદના, હીરના રાંઝા સાથેનો પ્રેમને તે સમજે છે તો પણ કશું કરતો નથી. ડોલી ચઢવાની સાથે જ હીરની વેદના, આક્રંદ ફૂટી નીકળે છે.

ઓ મારા પિતા, જુઓ આ મને લઇ ચાલ્યા, મને રોકી લો. પિતા…. રોકી લો. આ વૈરી કહારો ડોલી લઇ જઇ રહ્યા છે. તેને ખબર છે કે એકવાર ડોલી ઊઠી પછી તો પાછા વળાશે નહીં. અને તે કોઇને વિનંતી નથી કરી, પિતાને જ કરે છે કારણકે કુટુંબમાં નિર્ણય તો પિતાનો જ હોય. માને કહેવાથી શું વળે? ‘મુઝે રોક લે બાબુલ રોક લે તું….’ પણ, એવું તો થતું નથી. હવે તે વિદાયની પીડા કહે છે. પિતાના ઘરે રહ્યાનો સમય હવે ભૂતકાળ બનવો શરૂ થયો, છે ને તેને થાય છે, ‘દો ચાર ઘડી ભી ના ચૈન પાયા’ / આટલા વર્ષનો સમય હવે બે – ચાર ઘડી સમો અનુભવાય રહ્યો છે.

બે-ચાર ઘડી પણ ચૈન ન મળ્યું ને દુ:ખ – દર્દ – મુસીબતો લઇને જઇ રહી છું. અત્યાર સુધી મેં તમને કાંઇ કહ્યું હોય, સંભળાવ્યું હોય તો તે બધું માફ કરજો. અમે તો કોણ વળી હવે? બસ થોડા દિવસ તારા ઘર રહીને અમે તો જઇ રહ્યા છે. બાપને બહુ વાગે એવી આ વાણી છે. પોતાને પારકી બનાવી દેવાયાની વેદના દિકરી ગાઇ રહી છે. તે જાણે કહી રહી છે કે તમે અમને આટલો વખત રાખી તે માટે આભાર! લાગણીશીલ પિતાની છાતી ફાટી જાય એવી વેદનાભરી આ વાત છે.

હીરને જે પીડા છે તે તો રાંઝાથી છૂટા પડી જવાની છે એટલે તે રાંઝાને વિચારે છે, ‘તુઝે રાંઝના રબ કે હવાલે કિયા / હમ દેશમેં ઝાલિમોં કે ચલે વે / રહી પ્યાર કી ડોલી દેખ ખાલી / કોઇ ચીઝ ભી સાથ ના લે ચલે વે….’ ઓ રાંઝા તને હવે ઇશ્વરને હવાલે કર્યો છે. હવે માણસોને જગતે તને તરછોડયો છે. ખબર નહીં હવે તારું શું થશે?) આપણા દેશમાં તો જાલિમોનું (રાજ) ચાલે છે. તેમની ઇચ્છાનું થાય છે. જો (આપણા) પ્રેમની ડોલી ખાલી રહી ગઇ… અહીંનું, જે આપણું હતું, આપણા પ્રેમનું હતું, તેમાંથી કશું પણ સાથે લઇને નથી જતી…. બધું અહીંનું અહીં રહી ગયું, તું રહી ગયો.

તેની વેદના તેને શાહી નાંખતા ઝીણા કાંટામાં ફેરવાઇ ગઇ છે. તેને થાય છે કે તે હવે રાંઝાની કાળજી, રાંઝાની દરકાર હવે કોણ રાખશે? ‘મેરે બાદ ખબર તેરી કૌન લેગા….
તારા ભાગ્યમાં તો હવે એકલતા છે ઓ રાંઝા. મે કાંઇ બીજું ધાર્યુ હતું (કે આપણે મળીશું) પણ બીજું જ થયું. આ ઇશ્વરે બહુ બેપરવાહી દાખવી છે આપણા વિશે… આગલા અંતરામાં રાંઝાને જે રબને હવાલે કર્યાનું કહે છે એજ રબને તે કહે છે કે તેં બહુ બેપરવાહી દાખવી છે. અમારા બે જણાનો પ્રેમ શું છે તે તું સમજયો જ નહીં?…. આટલો બેપરવાહ? આરંભે તે પિતાને અને આખરે ઇશ્વરને ફરિયાદ કરે છે.

આ હીર તમે લતાજીના અવાજમાં સાંભળશો તો કલેજુ ફાટી જશે. હીરની બધી વેદના તેમનામાં ઊતરી આવી છે. મદનમોહને આમાં કોરસનો, હમીંગનો જે ઉપયોગ કર્યો છે તે તો છાતી ચીરે એવો છે. ચેતન આનંદે આ ગીત ફિલ્માવ્યું પણ એવું છે કે હીર, તેના પિતા અને રાંઝાની વેદના સીધી વાગે. શરણાઇ આ ગીતમાં જે વેદના નીપજાવે છે તે સાંભળી શકાય તેવી નથી. આખા ગીતની વેદના પ્રિયા રાજવંશમાં ઊતરેલી ય અનુભવાશે. આ કૈફી આઝમી છે.

Most Popular

To Top