Vadodara

ડેસર: 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર ઉદઘાટન પહેલા જ તિરાડો પડી

ડેસર તાલુકાના શિહોરા ગામે પસાર થતી કરડ નદી પર ૨૪ કરોડના ખર્ચે બનાવેલા નવીન પુલ ઉદઘાટન પહેલા તિરાડો અને ખાડા પડતા ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રીને વિજિલન્સ તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર પાઠવતા ભારે ચર્ચા જાગી છે.

ડેસર તાલુકાના સિહોરા ગામ પાસે કરડ અને મેસરી નદી પસાર થાય છે ત્યાં જુનો પુલ જર્જરીત થતાં નવો પુલ 24 કરોડના ખર્ચે બની રહ્યો છે. જ્યારથી બની રહ્યો છે ત્યારથી જ વિવાદનું કારણ બની રહ્યો છે . આ પુલ ના કોન્ટ્રાકટર ની કામગીરી અને હલકી ગુણવત્તા મુદ્દે ભારે ચર્ચા જાગી છે . નવીન પુલની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર અને બેજવાબદારી નો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.રોજના હજારો ભારદારી વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પુલની ગુણવત્તા મુદ્દે ભારે સવાલો ઊભા થયા છે

સરકાર દ્વારા ૨૪ કરોડ ની માતબર રકમ બ્રિજ માટે ફાળવેલી હતી પણ ૨૪ કરોડ પાણીમાં ગયા હોવાની લોક મુખે ચર્ચા છે. તેવામાં ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર પાઠવીને ફરિયાદ કરી છે અને માંગ કરી છે કે સરકાર નાગરિકોને ભૌતિક સુવિધાઓ આપવામાં અગ્રેસર છે, તેવામાં કરડ અને મેસરી 24 કરોડના ખર્ચે બનેલ પૂલ ઉદ્ઘાટન પહેલા જ આરસીસી ઉખડી જતા પણ ખાડા પડી જતા ભ્રષ્ટાચારની શંકા છે. વિજિલન્સ દ્વારા તપાસ કરાવીને કસૂર વારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બ્રિજ માં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે લેખિતમાં મુખ્ય મંત્રી ને રજૂઆત કરી જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરતા ફરી એકવાર ધારાસભ્યના લેટરે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે .

Most Popular

To Top