વર્તમાન પ્રમુખના ઘરે લગ્ન હોવાથી પાર્ટીની કામગીરીમાં હાજરી ન આપી શકવાના કારણે જિલ્લા પ્રમુખને જાણ કરી હતી
ડેસર તાલુકા ભાજપાના પ્રમુખ નરેન્દ્રસિહ રાઉલજીના દીકરાનુ લગ્ન તા.૧૪ ડિસેમ્બરના રોજ હોવાથી અને પાર્ટીના કામનુ ખુબ ભારણ હોવાથી તેઓ દ્વારા કામને ન્યાય આપી શકાય નહી તેવુ જણાવી લેખીતમાં રજા માગી હતી. તે અનુસંધાને જિલ્લા પ્રમુખ દ્વારા રજા મંજૂર કરી ડેસર તાલુકામાં હાલ ચાલી રહેલા સદસ્યતા અભિયાન ૨૦૨૪ અને સક્રિય સદસ્યતા અભિયાન-૨૦૨૪ ની કામગીરી સારી રીતે પુરી કરવા માટે તા.૧૬ ઓક્ટોબર lથી ડેસર તાલુકા ભાજપ મહામંત્રી કાર્તિક પટેલને ડેસર તાલુકા ભાજપાના ઈન્ચાર્જ પ્રમુખ તરીકેની વધારાની જવાબદારી સોપવામાં આવી હતી. તેઓને ડેસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.