ટ્રેન નં. 69117 વડોદરા – દાહોદ મેમુ આંશિક રીતે રદ
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
ડેરોલ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નં. 32 પર રોડ ઓવરબ્રિજ બનાવવા માટે કમ્પોઝિટ ગર્ડરનું લોન્ચિંગ હાથ ધરવામાં આવશે. જેના કારણે ટ્રેન નં. 69117 વડોદરા – દાહોદ મેમુ આંશિક રીતે રદ કરવામાં આવશે.
પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગોધરા સેક્શન પર ડેરોલ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નં. 32 પર રોડ ઓવરબ્રિજ બનાવવા માટે કમ્પોઝિટ ગર્ડર (5 x 24 મીટર) નું લોન્ચિંગ હાથ ધરવામાં આવશે. આ કાર્ય સુરક્ષિત અને સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે, 28 ડિસેમ્બર રવિવારના રોજ બપોરે 1:30થી સાંજે 6:30 વાગ્યા સુધી અપ અને ડાઉન બંને લાઇન પર એક સાથે બ્લોક લાદવામાં આવશે. આ બ્લોકને કારણે 28 ડિસેમ્બરના રોજ વડોદરાથી ઉપડતી ટ્રેન નં. 69117 વડોદરા – દાહોદ મેમુ, વડોદરા – ગોધરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરોને વેબસાઈટની મુલાકાત લેવા જણાવાયું છે.