Business

ડીજીટલ યુગમાં સ્વરોજગારીનું માધ્યમ ’’તસ્વીર કૌશલ્ય’’

હેંડિંગ વાંચતા જ 3 ઇડિયટસના કેરેકટરનું આંખ સામે ચિત્ર આવી જાય. ફરહાન કુરેશીને wildlife ફોટોગ્રાફર તરીકેની નોકરી મળી જાય છે પણ એનાં પિતા કહે છે કે તારે તો એન્જીનિયર જ બનવાનું છે. જયાં-ત્યાંથી પૈસા ભેગા કરી લેપટોપ દિકરાને ગીફટ આપે છે. કેમ કે ફોટોગ્રાફીની કારકિર્દીની સાથે સામાજીક વેલ્યુ જોડાયેલી નથી. સમાજમાં એન્જીનિયર્સ, ડોકટર, વકીલ, C.A. વગેરેને જે સમાજીક સ્ટેટસ મળે છે તે એક ફોટોગ્રાફરને નથી મળતું. સમાચાર પત્રોમાં જ્યારે વાંચીએ કે આ એક વાઈલ્ડ લાઈફ ફોટો કલીક કરવા માટે ફોટોગ્રાફરે આટલા દિવસો-કલાકોની રાહ જોઈ ત્યારે થાય કે ફોટો તો સારો છે, પણ સામાન્ય માણસનું ગજુ નહીં આ તો ધૂની માણસોનું કામ છે.

એક જમાનો હતો જયારે ફોટોગ્રાફરને અમુક પ્રસંગોએ બોલાવવામાં આવતો અને ફોટોગ્રાફી થતી છેલ્લાં ત્રણ દાયકાઓથી ડિજિટલ યુગના કારણે વૈશ્વિક પરિવર્તન આવ્યું છે. હવે પછીના થોડા વર્ષોમાં સમગ્ર વિશ્વની ભાષા તસવીરના માધ્યમથી એકરૂપ થશે. મિત્રો, તમને થાય કે શું આમા કરીયર કેવી રીતે બનાવી શકાય? આ ક્ષેત્રે કદાચ નોકરીની તકો ઊભી છે. આજનાં i-phone-ના જમાનામાં દરેક પળે મોબાઈલમાં કલીક કરી બીજી સેકન્ડે લાઈકસ મેળવવાના જમાનામાં ફોટોગ્રાફીનાં ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. પહેલાંના સમયમાં એટલે કે આજથી બે-ત્રણ દાયકા પહેલાં તસવીરકાર બનવા માટે વિજ્ઞાન, ગણિત, આર્ટ, રોલપ્રોસેસ, સ્ટુડિયો ડાર્કરૂમમાં જુદા-જુદા કેમિકલ્સની જાણકારી વિગેરેનો સહિયારો ઉપયોગ થાય ત્યારે ઉત્તમ તસવીરકાર બની શકાતું. આજનાં ડિિજટલ યુગમાં મોબાઈલ ફોન સાથે ઇન્ટરનેટનું જોડાણ થયું એટલે નવો વર્ગ સામાન્ય વપરાશકારનો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. જેની પાસે મોબાઈલ હોય તે બધા તસવીરકાર બની જાય. છતાં બીજો વર્ગ એ છે જે સાધનમાં કળા તત્વ ઉમેરી પ્રોફેશનલ યુઝર બને તે.

આજે વિવિધ ઉદ્યોગજગતમાં, તમામ ક્ષેત્રે પ્રોફેશનલ તસવીરકળાની માંગ વધી છે. ચિત્રપટ સાથે જોડાયા અને વ્યવસાયિક કલા વિકસી, આપણાં ડ્રોંઇગ રૂમમાં દુનિયા બોલતી દેખાઇ, અને સામાજીક તસવીરકારની માંગ વધી. આજે તજજ્ઞ તસવીરકારોની મોટી ઉણપ છે, તમે જે તે ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવતા હોવ ત્યારે ત્યાં પણ કોઇકને કોઇ સ્વરૂપે પ્રોફેશનલ તસ્વીરકારની જરૂર પડે જ છે. કલીક કરતાં સૌને સરળતા થાય એટલા સરળ સાધન પછી શું કિલક કરવું એની સમજણ સૌ કોઇ પાસે નથી હોતી. માટે પૂર્ણત: તાલીમબદ્ધ તસવીરકાર તરીકેની કારકિર્દી પણ વિકસાવી સ્વરોજગારી ઊભી કરી શકાય છે.

  • આ ક્ષેત્રે વિવિધ પ્રકારનાં અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. અલગ-અલગ ફોટોગ્રાફીનાં પ્રકારનાં અવકાશો:
  • Portrait Phototgraper: પોતાના સાધનો લઇને જે તે સાઈટ પર ઓર્ડર પ્રમાણે હાજર રહી ઓર્ડર પ્રમાણે વર્ક કરીને અલગથી કમાણી કરે.
  • Commercial Phototgraper: જેમાં ઉત્પાદકો ગ્રાહકો સુધી પોતાના ઉત્પાદનની વિગતો સમજાવવામાં જાહેરાતો, વેબસાઈટસ બનાવવામાં કર્મશ્યલ ફોટોગ્રાફરની મદદ ઊંચુ વળતર આપીને લે છે?
  • Scientific ફોટોગ્રાફર: FSL નાં સંશોધન ક્ષેત્રે, તકનીકી માહિતીને સમજાવવા સામાન્ય રીતે આંખોને ન દેખાતી છબીઓને જીવંત કરવા માટે વિવિધ દસ્તાવેજીકરણ કરવામાં માઈક્રોગ્રાફી, ઇન્ફ્રારેડ ફોટોગ્રાફી, અંડર વોટર ફોટોગ્રાફીની કુશળતા તથા જ્ઞાનની ખૂબ જ જરૂર છે. જેમાં નોકરીની તકો પણ હોય છે.
  • ન્યુઝ ફોટો ગ્રાફર/ફોટો જર્નાલિસ્ટ: અખબારો, સામયિકો કે અન્ય પ્રકાશનો માટે લોકો અને ઘટનાઓનું દસ્તાવેજીકરણ કરે છે. એક આખી ઘટનાનું વર્ણન માત્ર એક ફોટા દ્વારા કરવાની કળા. તમે કોઇ અખબાર સાથે સ્ટાફ તરીકે પણ જોડાઈ શકો છો અથવા ફ્રી લાન્સર તરીકે પણ કારકિર્દીને વ્યવસાયિક ઓપ આપી શકાય છે.
  • ફ્રી લાન્સર – ન્યુઝ ફોટોગ્રાફી, ઇવેન્ટ ફોટોગ્રાફી થી ફેશન ફોટોગ્રાફી સુધીના કોઇપણ ઉદ્યોગમાં ફ્રીલાન્સર તરીકેની વિવિધ તકો છે. તેમજ તમે તમારા બોસ બની શકો છો.
  • કઇ કુશળતાઓ તમને નેમ-ફેમ અપાવશે:
  • તમારી દૃષ્ટિ: પાવરફુલ આઈ સાથે જે અન્ય લોકો /સામાન્ય લોકો નથી જોઈ શકતાં તે નિહાળવાની તમારી દૃષ્ટિ (Eye for detail)
  • તકનીકી કુશળતાઓ: પરફેકટ ફોટોગ્રાફી માટે વિવિધ તકનીકી ક્ષેત્રેની કુશળતાઓ.
  • Creativity:  આર્ટીસ્ટીક રીતે વર્ણન કરવાની કળા એ તમારી પોતાની હોય છે. દા.ત. એક છોકરો -રસ્તા પર નાના ફલેગ વેચે તે તસવીર પરથી એક આખો નિબંધ લખી શકાય.
  • Communication / વાતચીતની કળા : તમારી ફોટોગ્રાફીને તમારા ઉત્પાદકથી ગ્રાહક સુધી સફળતાપૂર્વક લઇ જવાની કળા તમે જે વિચારો છો તે અન્યને સમજાવવાનો પ્રયત્ન.

Most Popular

To Top