ડાકોર નગરપાલિકાનો ગેરવહીવટ જોવા મળ્યો, સફાઈ નહી થવાથી રોગચાળાની દહેશત
માર્ગ ઉપર સવારના દશવાગ્યા સુધી કચરોહોવાથી ગાયમાતા આ કચરો ખાવા મજબુર
યાત્રાધામ ડાકોરમાં અવારનવાર ચર્ચામાં રહેતી ડાકોર નગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી બસ સ્ટેન્ડથી ગાંધીજી સ્ટેચ્યુ સુધી સવારના ૧૦ વાગ્યા સુધી સફાઈ થતી નથી જેનાથી પરેશાન થતા વેપારી તેમજ વૈષ્ણવોમાં યોગ્ય રીતે સફાઈ થાય એવી લાગણી છે.
ડાકોર નગરપાલિકાનું તંત્ર યોગ્ય રીતે કામગીરી કરે તેવી સ્થાનિકો ની માગણી છે
બસસ્ટેશન થી ગાંધીજી ના સ્ટેચ્યું સુધી જો સફાઈ કામદારોને જે જોઈએ તે સાધનો મળી શકતા નથી. જેના લીધે ડાકોર ગામમાં કચરાના ઢગલા જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી સફાઈ કામદાર પાસે ઝાડું તેમજ કચરા ભરવામાટે હાથલારી પણ છે નહિ. જેથી સફાઈ કર્મચારી પ્લાસ્ટીક lની થેલીમાં કચરા ભરવા મજબુર બન્યા છે
ડાકોરમાં અત્યારે કમળાનો રોગચાળો ફેલાયો છે. થોડા દિવસમાં જ ચૈત્રી પૂનમ આવતી હોવાથી આવનાર ભક્તોને પણ આની અસર થશે તેવું લાગી રહ્યું છે. શું રાજ્ય સરકાર આ માટે પગલા ભરશે ! આવનાર ભક્તો માટે વિચારશે ખરી તેવુ ગીરીશ ભાઈ જણાવી રહ્યા છે. સાથે સાથે તેવો કહે છે કેટલાક સમયથી રસ્તા ઉપર કચરા ના ઢગલા પડી રહે છે વાગ્યાં સુધી જેના લીધે ગંદકી થવાની પણ સંભાવના છે.
ગુજરાતરાજ્ય સરકાર તરફથી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ડાકોર નગરપાલિકાને મળતી હોવા છતાં કામના નામે મીંડું જ જોવા મળે છે
ડાકોર નગરપાલિકાને વરસે દહાડે લાખો કરોડ ટેક્સ ભરવા છતાં ડાકોર નગરપાલિકાના રહીશોને કોઈપણ જાતની સુવિધા મળતી નથી આ બાબતે ચીફ ઓફીસર કોઈ પણ જવાબ આપવા વાય જે ગણાત્રા તૈયાર નથીઅને ખાલીબહાનાકાઢે છે મીટીગ ના
ડાકોરમાં એસટી સ્ટેશન થી ગાંધીજીના બાવલા સુધી કચરો રોડ ઉપર પડી રહેતા વૈષ્ણવ તેમજ સ્થાનિક લોકો હેરાન પરેશાન
By
Posted on