ઇજાગ્રસ્ત પરપ્રાંતીય (બિહારના) શ્રમજીવીઓએ એસ.એસ.જી.હોસ્પિટલમા કર્યો દાવો
*બે મહિના અગાઉ એક પરપ્રાંતીય શ્રમજીવીને વિધર્મીઓએ ગળે ટૂંપો આપી મારી નાખ્યો હોવાના પણ આક્ષેપો, હિન્દુ સંગઠનો પરપ્રાંતીય શ્રમજીવીઓના વહારે આવ્યા*
(પ્રતિનિધિ) વડોદરા તા.28
વડોદરા ડભોઈ રોડ કુંઢેલા મહમદપુરા પાસે સ્ક્રેપના ગોડાઉનમાં વિધર્મી માલિક દ્વારા મજૂરોને બાંધક બનાવી માર મારવામાં આવતા સારવાર અર્થે આ મજૂરો એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે ચોકાવનારો દાવો કર્યો હતો.
વડોદરા શહેર નજીક કુંઢેલા મહમદપુરા ખાતે બિહારથી આવેલા અને સ્ક્રેપના ગોડાઉનમાં મજૂરી કામ કરતા કેટલાક શ્રમજીવીઓને ગોડાઉનના માલિકો (વિધર્મીઓ) દ્વારા ગતરોજ બાંધી દઈને બેરહેમી પૂર્વક માર મારવામાં આવતા ડરના માર્યા શ્રમજીવીઓ તેમની ચંગુલમાંથી માંડ માંડ છૂટીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા. મજૂરોએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જ્યારે આ મજૂરોની પડખે બજરંગ દળના કાર્યકર્તાઓ અગ્રણીઓ આવી પહોંચ્યા હતા.

શ્રમિક વિનોદ કુમાર યાદવે જણાવ્યું હતું કે,તેઓ પ્લાસ્ટિકના સ્ક્રેપનું કામ કરું છે અને બિહારના વતની છે. કુંઢેલા મહંમદપુરા ખાતે ગોડાઉનમાં કામ કરતા હતા.તેઓએ માલિકને કીધું હતું કે અમારે આ કામ નથી કરવું તો વિધર્મી માલિક સૈયદે જબરજસ્તી કામ તો કરવું પડશે, જવાનું નથી અહીંયા તમે કામ કરો તેમ જણાવી શ્રમજીવીઓ ને બાંધીને રેકોર્ડિંગ કરી લીધું હતું અને અમારી પાસેથી 2,75,000 લઈ લીધા છે. એ લોકોએ ચાર-પાંચ ભાઈઓએ ભેગા મળીને માર માર્યો હતો અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરી દીધું છે. અમે મજબુર હતા એટલે અમે આ બોલ્યા છે,કોઈ રસ્તો જ હતો નહીં .અમારી પાસે ત્રણથી ચાર લોકોને માર મારવામાં આવ્યો છે.મહામુસીબતે જીવ બચાવીને ભાગીને રેલ્વે સ્ટેશન ખાતે આવ્યો હતો અને હાલમાં અહીંયા SSG હોસ્પિટલ ખાતે દવા કરાવવા માટે આવ્યો હતો.
શેઠ નું નામ યુસુફ સૈયદ, રહીશ સૈયદ, જુબેર સૈયદ, સલીમ સૈયદ, ઉસ્માન સૈયદ અને અને તેમનો છોકરો છે, એણે તેઓને દોરી વડે બાંધી દીધા હતા. બે મહિના પહેલા એક છોકરાને ફાંસી આપીને અહીં મારી નાખવામાં આવ્યો હતો અને બધા મજૂરોને ધાક ધમકીઓ આપી હતી. કાલે પણ તેઓ સાથે આવી ઘટના બની હતી.તેઓના મોબાઈલ ફોન છે પણ પૈસા હતા એ બધું લઈ લીધું છે.
*હિન્દુ સંગઠનો આગળ આવ્યા,બિહાર સમાજના આગેવાનો અને સરકારને તટસ્થ કાર્યવાહી કરવા અપીલ કરી*
કુંઢેલા પાસે આવેલ મહંમદપુરા ગામ ખાતે બિહારથી મજૂરી કામ કરવા માટે આવેલા મજૂરોને માર મારવામાં આવતા મજૂરોને સારવાર અર્થે એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જય હિન્દૂ સંગઠનના અગ્રણીઓ અને કર્મચારીઓ પણ એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અગ્રણીઓનું કહેવું છે કે મમદપુરામાં એમનો માલિક જે છે સૈયદ કરીને એ વિધર્મી છે તેઓએ પૈસા માટે દબાવી રાખ્યા સાથે જ બે મહિના અગાઉ એમના એક સાથીદારને ફાંસી આપીને મારી નાખી એવી અમને માહિતી આપી અને કંઈ કારણસર કેસ પણ ના થવા દીધો કારણ કે બધા જ મજૂરો ખૂબ ડરી ગયા હતા અને ગઈકાલે પણ આ ઘટના ફરી બની છે લગભગ ચારમાંથી એક પણ જીવતો ના બચ્યો હોત કૂતરાને અને ભેંસોને જે રીતે બાંધે છે એવી રીતે માણસોને બાંધીને ઢોર મારવામાં આવ્યો છે એક વ્યક્તિને પગમાં ફેક્ચર થયું છે ત્રણ ટુકડા થઈ ગયા છે અને અને ત્યારે એ લોકો પરપ્રાંતીય હોવાથી અમને કોઈ મદદ મળી નથી રહી એટલે આજે અમારે આગળ આવું પડ્યું છે અને એમને અમે મદદ કરી રહ્યા છે સાથે પોલીસ પ્રસાશન અને લોકલ નેતાઓને કહેવા માંગીશ કે બિહાર સમાજના આટલા મોટા કાર્યક્રમમાં તમે ત્યાં જતા હોય આગેવાન તરીકે ત્યાં બનીને તો આવા લોકો જે મજૂરો બહારથી આવે છે એમના પણ પડખે ઊભા રો આ લોકો સાથે અ માનવીય વર્તન થાય છે તો તમે પણ આગળ આવો સાથે એમના સમાજના અહીંયા ઘણા બધા લોકો રહે છે જેઓ પણ મોટા કાર્યક્રમો કરતા હોય છે તેવા લોકોને પણ વિનંતી છે કે તમારા સમાજના લોકો અહીંયા આવ્યા છે એમની મદદરૂપ થાવ અત્યારે એમને સખત મદદની જરૂર છે.