
ડભોઈ – દભૉવતિ નગરીમાં કાર્યરત પાલિકાનું બિલ્ડીંગ આશરે ૧૨૦ વષૅ જુની હતી. જેથી ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાનાં પ્રયત્નોથી સરકારે નવીન ભવન બનાવવા મંજૂરી આપી હતી. જેથી રૂપિયા પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે અત્યાધુનિક સગવડો અને સુવિધાઓ સાથે નિર્માણ પામેલા ભવ્ય નવાં બિલ્ડીંગનું લોકાર્પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાનાં હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું.

ડભોઇ નગરમાં શિનોર ચોકડી પાસે મોહનપાકૅ સોસાયટીની બાજુમાં ડભોઇ નગરપાલિકાનાં અત્યાધુનિક સગવડો ધરાવતાં નવાં બિલ્ડીંગને આજે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જેથી નગરજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે. આ નવનીતમાં બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગ પહેલાં ઘણાં વિવાદો સર્જાયા હતાં. પરંતુ આ પ્રસંગે ધારાસભ્યે આ વિવાદોને બાજુ ઉપર મૂકીને ” જ્યાં વિકાસ હોય ત્યાં કોઈ વિવાદ ન હોવો જોઈએ ” તેમ જણાવી વિવાદો ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું અને વધુમાં જણાવ્યું હતું કે, વિકાસનાં કામમાં કોઈપણ કોમ્પ્રોમાઇઝ ચલાવવામાં નહીં આવે. આમ ભારે ઉત્સાહભેર વાતાવરણમાં નગરપાલિકાનાં નવાં બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડભોઇ નગરપાલિકાનાં પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, ચૂંટાયેલા વિવિધ સભ્યો, હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.