ડભોઇ: ડભોઇ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો સતાધીશોના સહારે હવામા ઉડી રહ્યા છે. નગરજનો રજુઆત સાંભળવામા આવતી નથી. તાજેતરમાં શિવશક્તિ સોસાયટી અને યમુના સોસાયટીની વચ્ચે નગરપાલિકાના કોન્ટ્રાકટર ધ્વારા ખોદકામ કરવામા આવ્યું હતું. જેનુ યોગ્ય પુરાણકામ ન કરાતા નજીવા વરસાદમા નગરપાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી ફસાઈ હતી. જેને જોઇ નગરજનો નગરપાલિકાના ભ્રષ્ટ કામની વાતો કરી રહ્યા હતા. નગરમા ચોમાસા પહેલા થયેલા કામોનુ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચોમાસાની ઋતુમા કોન્ટ્રાકટરના પાપે કેટલાય વાહનો ફસાઈ જશે એ નકકી છે. ડભોઇ મા વોર્ડ નં ૪મા ડ્રેનેજના કામ બાદ માર્ગની બરાબર મરામત નથી થઈ એ પુરવાર થયું છે.