Dabhoi

ડભોઈ નગરપાલિકાની મુદત પૂર્ણ: પ્રાંત અધિકારી વડોદરા ગ્રામ્ય વહીવટદાર તરીકે નિયુક્ત

રાજ્યની 71 નગરપાલિકાઓમાં સરકાર દ્વારા વહીવટદારની નિમણૂંક
નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી વહીવટ પ્રાંત અધિકારી સંભાળશે
વડોદરા:

ગુજરાત રાજ્યની કુલ 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે. તેમાં ડભોઈ નગરપાલિકાની મુદત 15 માર્ચે પૂર્ણ થવાને કારણે રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે.
સરકારે નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી ડભોઈ નગરપાલિકાના વહીવટ માટે પ્રાંત અધિકારી વડોદરા ગ્રામ્યને વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે વહીવટદાર તરીકે નિયુક્ત અધિકારી નીતિગત નવા નિર્ણયો લઈ શકતા નથી, પરંતુ નગરપાલિકાના દૈનિક વહીવટી કાર્યો સંભાળવાની જવાબદારી રહેશે. હવે જોવાનું રહ્યું કે વહીવટદાર હેઠળ ડભોઈ નગરપાલિકાનું વહીવટી કામકાજ કેટલું પ્રજાલક્ષી અને અસરકારક બને છે.

રિપોર્ટર: દીપક જોશી

Most Popular

To Top