ડભોઈ નગરપાલિકા ૨૦૨૫ મા યોજાનાર ચૂંટણી કેટલાક સંભવિત ઉમેદવારોનુ ગણિત બગાડી શકે છે ચૂંટણી પંચ ધ્વારા ગુજરાત ની વસ્તી ના આંકડા મુજબ નગરપાલિકા ની ૯ વોર્ડ ની ૩૬ બેઠકો મા મહીલા ઓનુ વર્ચસ્વ રહેશે એવુ હાલ લાગી રહ્યુ છે નવી બેઠક વ્યવસ્થા મુજબ ૨ બેઠકો મા ૧ એસ.સી. અને એસ.ટી. ૫ બેઠકો ૧ એસ.ટી. અને એસ.સી મહીલા જયારે ૧૦ બેઠકો માટે ૫ બેઠક બેકવર્ડ કલાસ મહીલા ઓ ૧૮ બેઠક મહીલા ઓ જેમા સામાન્ય મહીલા, એસ.સી. , એસ.ટી. અને બી.સી ઓ માટે અનામત રહેશે એમ જોવા જઇએ તો ૯ વોર્ડ મા ૩૬ બેઠકો મા ૧૮ જેટલી બેઠકો મહીલા ઓ માટે રહેશે એમ જોવા જઇએ તો ૯ વોર્ડ મા બે બે મહીલાઓ નુ પ્રતિનિધિત્વ રહેશે ડભોઈ નગરપાલિકા મા પ્રથમ વખત મોટી સંખ્યામા મહીલા ઓ જોવા મળશે ગુજરાત ની ભાજપ સરકાર મહીલા સશકતિકરણ ની જે વાત કરતી હતી જે સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી મા જોવા મળશે ડભોઈ નગરપાલિકા મા ૩૬ સભ્યો મા મહીલા ઓની સંખ્યા અડધા જેટલી રહેશે આવનાર સમય મા ડભોઈ ની ધુરા મહીલા ઓ ના હાથ મા હશે એ નકકી છે હાલ જે રીતે નગરપાલિકા મા મહીલા ઓની સ્થિતિ છે જે દયનીય છે આવનાર ભવિષ્ય ઉજળુ હશે ડભોઈ નગરપાલિકા ની આવનાર ચૂંટણી માટે કેટલાક રાજકીય મુરતિયા ઓ રાજકીય જમીન તપાસી રહ્યા છે
એમના માટે સામા પવન જેવી સ્થિતિ જોવા મળશે એમ લાગી રહ્યુ છે ડભોઈ નગરપાલિકા ની ૨૦૨૫ ની ચૂંટણી મહીલા ઓ માટે આશિર્વાદ સમી પુરવાર થશે એમ લાગી રહ્યુ છે
ડભોઈ નગરપાલિકાની નવી બેઠક વ્યવસ્થામા મહીલાઓની ભૂમિકા મહત્વની રહેશે !!
By
Posted on