ડભોઇ,: ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતા ૨૦૧૭ થી ડભોઇને દર્ભાવતી બનાવવા અથાક પરીશ્રમ કરી રહ્યા છે. ડભોઇ નગરપાલિકા અને ડભોઈ ના વિકાસ માટે અઢળક ગ્રાંટ સરકારમાંથી લાવી રહ્યા છે પરંતુ ડભોઇ ની ડ્રેનેજ શાખા ને ધારાસભ્ય શૈલૈષ મહેતા ના સ્વપ્ન ને સાકાર કરવામાં જાણે રસ ના હોય એમ ડભોઇને દર્ભાવતી બનાવવા લગીરે રસ નથી

જાણવા મળ્યાં મુજબ ડભોઇના જાણીતા મંગલેશ્વર મહાદેવ ના મંદિર પાસે રોડ પર પાણી વહી રહ્યા છે. ડ્રેનેજના ગંદા પાણીમાં રહી ને ભક્તો જવા મજબૂર બને છે. વડીલો ની સ્થિતિ તો દયનિય બનતી જોવા મળે છે. જયારે બીજી તસ્વીર રેલ્વે નવાપુરાની છે. જયાં વોરવાડનો રસ્તો બંધ હોવાને લઈ એક માત્ર રસ્તો હોવાને લઈ વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મંગલેશ્વર મહાદેવ વોર્ડ નં ૫ માં આવે છે અને વોર્ડ નં ૪ માં આવે છે. હવે આ બે વોર્ડ ની રાજકીય પરીસ્થિતિ સમજી શકાય છે . એ જે હોય તે પણ ડભોઈ નગરપાલિકાની ડ્રેનેજ શાખાને ડભોઈ ને દર્ભાવતી બનાવવામાં રસ નથી એ સમજી શકાય છે !!