ડભોઈ શહેર તાલુકામા ગેરકાયદે લીલા વૃક્ષોનુ નિકંદન કાઢી નાખવા વિરપ્પનો સક્રિય થયા છે
ડભોઈ તાલુકા ના મંડાળા ગામે ગેરકાયદે લાકડા ભરીને જતા ટેમ્પા ચાલકને પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા ગ્રામજનો ટેમ્પાને ગામ ના ચોકમા લાવી સીમરખાઓને સાચવવા સોંપી તલાટી ને જાણ કરી હતી. ગ્રામજનોનો રોષ પારખી તલાટીએ વન વિભાગ અને તાલુકા વિકાસ અધિકારીને ગેરકાયદે લાકડા ભરેલા ટેમ્પા વિશે જાણ કરી હોવાનુ જાણવા મળ્યુ છે . જો તલાટીએ પરવાનગી આપી જ ન હોય તો લાકડાની ચોરીની ફરીયાદ પોલીસને અને લાકડાના ગેરકાયદે વહનની ફરીયાદ મામલતદારને આપવી જોઈએ એમ ચર્ચાના એરણે છે .

ડભોઇ તાલુકાના ચાણોદ પંથકમા વન વિભાગની નિષ્કાળજી ને લઈ વૃક્ષછેદનની ગેરકાયદે પ્રવૃતિ ફુલી ફાલી છે એવુ મંડાળામા જણાઈ આવે છે. હાલ લાકડા કોણે કોના કહેવાથી કાપ્યા એ તપાસનો વિષય બનવા પામ્યો છે.
ડભોઈ પંથકમા ગેરકાયદે વૃક્ષ છેદન ની પ્રવૃતિ અધિકારીઓના મૌનને કારણે બેફામ બની છે. હવે જોવુ રહ્યુ કે મંડાળામા તપાસ થશે કે પછી ભીનુ સંકેલાશે?
