ડભોઈ – એકતા નગર ટ્રેન માર્ગ પર આવેલા ઓરસંગ બ્રિજ પર એક સાડા ત્રણ વર્ષની દિપડી નુ ટ્રેન ની અડફેટે આવતા મોત નિપજયુ છે.

બનાવ ની વિગતો મુજબ ડભોઈ -એકતા નગરના ઓરસંગ બ્રિજ પર દિપડીનુ મોત થયાની જાણ થતા ડભોઈ વન વિભાગ ,નેચર હેલ્પ ફાઉન્ડેશન , અન્ય સંસ્થાઓના કાર્યકરો ભાલોદરા ગામડી ઓરસંગ બ્રિજે પહોચી ગયા હતા. જ્યાંથી સાડા ત્રણ વર્ષ ની દિપડીના મૃતદેહ ને ડભોઈ લાવી પી.એમ. કરી અગ્નિદાહ આપવામા આવ્યો હતો.

અત્રેઉલ્લેખનીય છે કે ડભોઈ એકતા નગર રેલ માર્ગ પર આ અગાઉ એક દિપડા નુ રેલ્વે લાઈન ઓળંગતા ટ્રેનની અડફેટે મોત નિપજયુ હતુ. જંગલ વિભાગ ધ્વારા રેલ પથ પર ચાલનારા પ્રાણીઓની માહિતી ટ્રેન ચાલક ને મળે એવી પધ્ધતિ અપનાવવાની માંગ ઉઠવા પામી છે.