ડભોઇ: ડભોઈ તાલુકાના પીપળીયા કરનાળીમાં સતત વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવા પામ્યું છે, જેના વળતર માટે સરકારમા આશા લગાવી બેઠા છે.
જાણવા મળ્યાં મુજબ ડભોઈ તાલુકામા અવિરત વરસાદને લઈ પીપળીયાના ખેડૂતોની જમીનમા વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ડભોઈ તાલુકો ખેત પેદાશ આધારિત હોય ખેડૂતોએ કપાસની રોપણી કરી છે. અવિરત વરસાદને લઈ જમીનનુ ધોવાણ થવાને લઈ બીયારણ બળી ગયું છે. સાથે સાથે વરસાદને કારણે ખેતરોમાં મોટા ખાડા પડી ગયા છે અને જમીનને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ડભોઈ તાલુકાના ખેડૂતો ખેતી માટે પાક લોન લઈ ખેતી કરતા હોવાને લઇ બેંકનુ ડેમરેજ માથે પડયુ છે. જેને લઈ પીપળીયા કરનાળી ના ખેડૂતોએ મામલતદાર , ટી.ડી.ઓ અને ધારાસભ્ય શૈલેષ મહેતાને લેખીત રજૂઆત કરી સરકાર સર્વે કરી ખેડૂતોને નુકશાનીનુ વળતર અપાવે એવી માંગણી કરી છે. ત્યારે સરકાર માનવતાના ધોરણે ડભોઈ તાલુકાના પીપળીયા કરનાળીના ખેડૂતો ની લાગણી ને વહેલી તકે વાચા આપે એ જ માંગણી ઊઠવા પામી છે.