ડભોઇ: ડભોઇના સ્ટેશન વિસ્તારમાં પ્લાસ્ટિક અને કટલરીનો હોલસેલ સામાન વેચનાર વેપારીને ત્યા ગ્રાહકના સ્વાંગમા આવેલો ગઠીયો વેપારી ઉપરના માળે વસ્તુ લેવા માટે ગયા ત્યારે ગલ્લામા મુકેલી રોકડ રુપિયા 15,500ની ચીલઝડપ કરી ભાગી છુટ્યો હતો.બનાવની જાણ ડભોઇ પોલીસને કરતા પોલીસે સ્થળ મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે.
ડભોઇના સ્ટેશન વિસ્તારમા બે મજલી દુકાનમા નિતિનભાઇ શાહ નામના વેપારી કટલરી અને પ્લાસ્ટિક સામાનનો હોલસેલનો વેપાર કરે છે. ત્યારે બાળકોને રમવા માટેના પ્લાસ્ટિકના પાંચ પેકેટ બોલ લેવા માટે બપોરમા એકટીવા લઈ ગ્રાહ્ક વેપારી ની દુકાને આવ્યો હતો. બોલનો જથ્થો વેપારીએ ઉપર ના માળે મુકેલો હોવાથી ગ્રાહક નીચે દુકાન ના કાઉન્ટર પાસે ઉભો હતો.જ્યારે વેપારી નિતિનભાઇ શાહ બોલ ના પેકેટ લેવા ઉપર ગયા હતા. તેવામા ગ્રાહકના સ્વાંગ મા આવેલા ગઠીયાએ કાઉન્ટરમા ગલ્લાનુ ડ્રોઅર ખોલી તેમા ધંધા વેપારની આવક ના મુકેલા રુપિયા 15,500 ની ચીલઝડપ કરી ભાગી છુટ્યો હતો.ત્યારે થોડીવાર પછી વેપારી નિતિનભાઇ શાહે નીચે ઉતરી જોતા ગ્રાહ્ક જણાયો ના હતો.ત્યારે ગલ્લાનુ ખાનું ખુલ્લુ જોઇ વેપારીને ચોરી થઈ હોવાની ફાળ પડી હતી.તપાસ કરતા ગલ્લામા મુકેલી રોકડ જણાઇ ના હતી. તેવામા આજુબાજુના વેપારીઓને બનાવની જાણ થતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.બીજીબાજુ પોલીસ ને બનાવની જાણ કરતા દોડી આવેલ પોલીસ સ્ટાફે બનાવ નો તાગ મેળવી આરોપી ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.