ડભોઇ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતનુ પ્રથમ ₹ ૧૨ કરોડના ખર્ચે ડભોઈ ખાતે સેવાસદન બનાવી એક જ છત નીચે શહેર- તાલુકાની જનતાને સગવડ મળી રહે એવા શુભ આશયથી સેવા સદન બનાવ્યું હતું. પરંતુ 5 જીના જમાના માં નેટવર્ક ખોરવાય જવાના બનાવો બને છે. શુક્રવારે પણ સર્વર ડાઉનના બનાવ બન્યાનુ જાણવા મળ્યું છે.
સર્વર ડાઉન થતા ઈ ધારામા જમીનના દાખલા કઢાવવા આવતા ખેડૂતોને ભારે આપદા વેઠવી પડે છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે જીઓ ફરજિયાત કરવામાં આવ્યું છે. તો સ્વાભાવિક છે કે ગુજરાતના ઇન્ટરનેટ કનેક્શન માટે જીઓને એજન્સી આપવામાં આવી હોય તો સરકારે ઈન્ટરનેટ એજન્સીનો કલાસ લઈ લોકો ને પડતી હાડમારીને દૂર કરવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.