ગુજરાતનુ પ્રથમ એ.ટી.વી.ટી સેન્ટર સરકારના એક છત નીચે બધી જ સેવાના ધ્યેયને સાર્થક કરવામાં ઉણું ઉતર્યુ છે
ડભોઇ: બાર કરોડના ખર્ચે બનેલા સેવા સદનનુ લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું. તત્કાલીન ગુજરાત સરકારની મંશા હતી કે શહેર તાલુકાની જનતા ને એક છત નીચે સરકાર ની બધી જ સેવાઓ મળી રહે. પણ કેટલાક લાંચીયા કર્મચારીઓએ દલાલો ને દુધ પીવડાવી મોટા કર્યા હતા. કેટલાક પીટીશન રાઈટરો પણ વહેતી ગંગામા હાથ ધોઈ લેતા હતાં. કહે છે કે અધિકારીઓના આવન જાવનના સમયે પીટીશન રાઈટરો અને ભેગા થયેલી મેદનીના બિભત્સ વર્તનને લઈ તમામ પીટીશન રાઈટરોને સેવા સદનની બહાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે જાણવા મળ્યાં મુજબ પીટીશન રાઈટરો બહાર જતાં કેટલાક દલાલોને મોકળુ મેદાન મળી ગયું છે. દલાલોના દબદબા સામે અનેકવાર રજુઆતો પણ થઇ છે .પણ જાણે દલાલો કેટલાક લાંચીયા કર્મચારીઓ નુ ધરેણુ હોય એમ દલાલો સામે કાર્યવાહી થતી નથી. ત્યારે પ્રાંત અધિકારીએ સેવા સદનના કેમેરા તપાસી ને આવા દલાલોને કાયમી સેવા સદનમાંથી બહાર કાઢવા જોઈએ. કહે છે કે દલાલોની ગતિવિધિને લઈ લોકોમાં ખોટા સંદેશ જાય છે કે દલાલો વિના કામ નથી થતા. ત્યારે પીટીશન રાઈટરો બાદ દલાલો પર કાર્યવાહી થાય એમ શહેર તાલુકા ની જનતા ઈચ્છી રહી છે !