નાગરીકોના મુળભુત અધિકારોના રક્ષણ માટે આવેદન પાઠવાયુ
ડભોઇ: ડભોઇ સમસ્ત મુસ્લીમ સમાજના બેનર હેઠળ જામા મસ્જીદથી મુસ્લીમ સમાજની સમાન સિવિલ કોડના વિરોધ માટે અને બંધારણે આપેલા નાગરીકોના મુળભુત અધિકારોના રક્ષણ કરવાની માંગ કરતા બેનરો સાથે અભુતપુર્વ મૌન રેલી નિકળી હતી. જે રેલી સેવાસદન ખાતે પહોંચતા મુસ્લીમ આગેવાનોએ એસ.ડી.એમ.ને આવેદન પાઠવ્યુ હતુ.
ડભોઇ સમસ્ત મુસ્લીમ સમાજ ધ્વારા રાજ્ય સરકારની સમાન સિવિલ કોડ સમિતિને સંબોધીને લખાયેલા આવેદનપત્રમા દર્શાવેલી વિગતો મુજબ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. દેશમા અનેક ધર્મોના લોકો વિવિધતામા એકતા સાથે રહે છે. દેશ ના બંધારણે નાગરીકોને વિવિધ મુળભુત અધિકારો આપેલા છે. ગુજરાત સરકાર બંધારણના આર્ટીકલ 44(સમાન સિવિલ કોડ)ના બહાને નાગરીકોની સ્વતંત્રતા ઉપર તરાપ મરાઈ રહી છે. ધાર્મિક સ્વતંત્રતા છીનવાઇ જાય તેવુ ગંભીર સંકટ ઉભુ થયું છે.બંધારણની કલમ 44(સમાન સિવિલ કોડ) કે જે રાજ્ય સરકારની નિતિના માર્ગદર્શક સિધ્ધાંતો પૈકીની કલમ છે. જેને લાગુ કરવુ ફરજીયાત નથી.સમાન સિવિલ કોડને લાગુ કરવાથી મુસ્લીમ સમુદાય ને કુરઆન અને શરીયત મુજબ આચરણ કરવાની મનાઇ થશે. પોતાના ધર્મ માનવાની,અનુસરવાની અને પ્રચાર કરવાની બંધારણીય સ્વતંત્રતાથી વંચિત રહેશે.bસમાન સિવિલ કોડ લાગુ કરવાથી બંધારણના અનુચ્છેદ 14,15,19,25,26 અને 29નું સ્પષ્ટ ઉલ્લંઘન થાય છે.જેથી ડભોઇ સમસ્ત મુસ્લીમ સમાજ ધ્વારા આ બેતુકા કાયદાનો એકી સાથે જોરદાર વિરોધ નોંધાવી અભુતપુર્વ મૌન રેલી ધ્વારા સેવાસદન પહોંચી, એસ.ડી.એમ.ને આવેદન પત્ર પાઠવી, સરકાર ધ્વારા નિયુક્ત યુ.સી.સી.સમિતિ સુધી આવેદન પહોંચાડી વિરોધ નોંધાવવાની રજુઆત થઈ હતી.
મૌન રેલી મા ડભોઇ શહેર કાજી સૈયદ સૈફુદ્દીન, કડીયા સમાજ પ્રમુખ હાજી સિકંદરભાઇ, ઉપપ્રમુખ લાલાભાઇ કોંટ્રાક્ટર,મનસુરી સમાજ પ્રમુખ સઈદભાઇ મનસુરી, મિયાભાઇ જમાત પ્રમુખ,ઐયુબભાઇ ખલીફા,વકીલ જાવેદખાન પઠાણ,વકીલ આરીફ ભાઈ મકરાણી,ઇબ્રાહીમભાઇ મહુડાવાલા, સઈદભાઈ લોટવાલા,કુરેશી હાજી ઇસ્માઇલભાઇ,વકીલ યાકુબભાઇ દિવાન,મકબુલભાઇ મુલ્લા,હાજી અ.કાદરભાઇ ટીપટોપ સહીત અસંખ્ય મુસ્લીમ અગ્રણીઓ અને યુવાનો રેલી મારફત વિરોધ નોંધાવવા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. સમગ્ર રેલી દરમ્યાન પોલીસે લોખંડી બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.મુસ્લિમ સમાજે તમામનો આભાર માન્યો હતો.
સઈદ મનસુરી ડભોઇ (ફોટો)