ડભોઇ પોલિસસ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2020 માં સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યાનો કેસ ડભોઇ એડિશનલ એન્ડ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મુખ્ય આરોપીને 20 વર્ષની સજા અને 25000 દંડનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે મુખ્ય આરોપી ને મદદ કરનાર 3 ઈસમો ને શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે.
ડભોઇ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર 4 આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને બળાત્કાર અને મદદગારીનો કેસ આજે ડભોઇ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેન્સસ કોર્ટના જજ એચ.જી વાઘેલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ.બી.ચૌહાણની દલીલો અને પુરાવાઓ ને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ કિરીટભાઈ રાઠવાને 20 વર્ષની જેલ અને 25000 દંડ નો હુકમ કર્યો હતો. તો મુખ્ય આરોપી ને મદદ કરનાર 3 ઈસમો ને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા આદેશ કરતા બળાત્કાર જેવા ગંભીર ગુન્હા કરનાર ઈસમો માં એક દાખલો બેસે તેવી મક્કમ ચુકાદો એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતી.
ડભોઇ: સગીર કિશોરીને ભગાડી બળાત્કાર કરનારને 20 વર્ષની કેદ
By
Posted on