Dabhoi

ડભોઇ શહેર તાલુકામાં દશામાની સ્થાપનાને લઈ શ્રધ્ધાળુઓમાં થનગનાટ

ડભોઇ: ડભોઇ નગર સહિત તાલુકામા અષાઢ વદ અમાસના રોજથી દશામાના વ્રતનો પ્રારંભ થશે. મા દશામાની સ્થાપના માના ભક્તો ધ્વારા દશ દિવસ સુધી રંગેચંગે વાજતે ગાજતે ભક્તિભાવપુર્વક કરવામા આવતી હોય છે. તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી.ડેપો માર્ગ પર રંગ ઉપવન બગીચા સામે દશામાની મુર્તિઓ વેચાણ અર્થે આવી ગઈ છે તેમજ ડભોઇમા પણ કુંભારવાડા વિસ્તારમા તૈયાર કરાઈ હોવાથી આજુબાજુના તાલુકાના લોકો પણ ડભોઇમા મુર્તિ બનાવવાના ઓર્ડર આપી ગયા છે.
દસ દસ દિવસ સુધી પોતાના ઘરે માતાજીને ભાવભીનુ આમંત્રણ આપી ભક્તિભાવ પુર્વક તેમની પુજા અર્ચના કરવા માટેની તડામાર તૈયારીઓ સાથે ડભોઇ નગર સહિત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમા થનગનાટ જોવા મળી રહ્યો છે. ડભોઇ તાલુકા સહીત વાઘોડીયા,તિલકવાડા,સંખેડા સહીતના આજુબાજુ ના તાલુકામાથી પણ લોકો ડભોઇ ના કુંભારવાગા મા દશામાની મુર્તિઓ તૈયાર કરનાર મહેશભાઇ પ્રજાપતિને ઓર્ડર આપી નોધાવી ગયા છે.

દરવર્ષ કરતા આ વર્ષે મુર્તિઓના ભાવમા પણ થોડો વધારો થયો હોવાનુ મહેશભાઇ એ જણાવ્યુ હતુ.કારણ કે મુર્તિમા વપરાતા કાચા મટીરીયલ અને રંગ પણ મોંઘા થયા છે. આમ ડભોઇ નગર સહીત તાલુકાના ગામડાઓમા દશામા lના આવકાર માટે મહિલાઓમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top