Dabhoi

ડભોઇ વેગા પાસે કન્ટેનરની ટક્કરે ઓટો રિક્ષા પલટી જતા ચાલક ઇજાગ્રસ્ત

ડભોઇ બાયપાસ માર્ગ પર વેગા ગામના બસ સ્ટેન્ડ પાસે ગત રાત્રીના વડોદરાથી ડભોઇ આવતી ઓટોરીક્ષાને સામેથી આવતા રેતીની બોરીઓ ભરેલા કન્ટેનરે ટક્કર મારતા ઓટોરીક્ષા પલટી ખાઇ ગઈ હતી.જેમા રીક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. જ્યારે રીક્ષા ચાલકને માથામા અને શરીરે ઓછીવત્તી ઇજાઓ થવા પામી હતી. જો કે બન્ને વચ્ચે સમાધાન થતા બનાવની કોઇ ફરીયાદ થઈ ના હતી.
ડભોઇના લાલ બજાર વિસ્તારમા ગંજ શહીદ દરગાહ ખાતે રહેતા ચિરાગ કાલુભાઇ દિવાન ઉ.વ.35 ઓટોરીક્ષા ચલાવી પોતાનુ અને પરીવારનુ ગુજરાન ચલાવે છે. રાત્રી ના 8-30 વાગે વડોદરાથી ડભોઇ ઓટોરીક્ષા GJ-06-AM-0651 લઈને આવતા હતા.ત્યારે વેગા ગામ ના બસ સ્ટેન્ડ પાસે સામેથી આવતા કન્ટેનર જેનો નંબર MH-46-AF-1526 ને વેગા દારુલ ઉલુમ મદ્રેસા પાસે ગુલમહોર ના તોતીંગ વૃક્ષ સાથે કન્ટેનર અથાડ્યુ હતુ.જેમા પુરઝડપે ચાલતા કન્ટેનરમા વૃક્ષ ની મોટી ડાળ તુટીને ફસાઇ ગઈ હતી.ત્યારે કન્ટેનર મા ઘટાદાર વૃક્ષ ની મોટી ડાળ ફસાયેલી હોય આખો માર્ગ ઢંકાઈ ને કન્ટેનર ચાલક આગળ ધપી રહ્યો હતો. તેવામા સામે થી આવતી ઓટોરીક્ષાને ટક્કર મારતા ઓટોરીક્ષા ને આગળના ભાગે ભયંકર નુક્શાન થવા સાથે પલટી મારતા ચાલક ચિરાગ દિવાન ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો. જેને સારવાર અર્થે પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.જો કે બન્ને વાહન ચાલકો વચ્ચે અકસ્માતના બનાવ નુ સમાધાન થઈ જતા કોઇ ફરીયાદ થઈ ના હોવાનુ જાણવા મળે છે.

Most Popular

To Top