Vadodara

ડભોઇ વડોદરા માર્ગ પર અકસ્માતે કાર પલટી જતા કારમાં સવાર મુસાફરનુ મોત





ડભોઇથી વડોદરા તરફે રાત્રીના પુરઝડપે જતી મારુતિ અલ્ટો કાર ફરતીકુઇ ગામ થી આગળ તુલસી હોટલ પાસે ડીવાઇડર સાથે ભટકાઇ હતી. બાદમા માર્ગની બીજી બાજુ ખેંચાઇને કાર પલટી ખાઈ ગઈ હતી.જેમા કારમા સવાર એક યુવાનનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજા ને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પર કાર રેઢી મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માત ની ફરીયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

ડભોઇ પોલીસ માથી મળતી માહીતી મુજબ ફરીયાદી વરુણભાઇ મહેશભાઇ વસાવા રહે.વિષ્ણુધામ સોસાયટી, ડભોઇની ફરીયાદમા જણાવ્યા મુજબ ગતરાત્રીના ડભોઇથી મારુતિ અલ્ટો કાર જેનો નંબર – GJ-07-BR-4618નો ચાલક નિમેષ પટેલ કાર લઈને ડભોઇ થી વડોદરા તરફે જવા નિકળ્યો હતો. તે વખતે કારમા ચિંતન ઉર્ફે ચિકો હસમુખભાઇ પરમાર રહે.બી,16,ઘનશ્યામ પાર્ક સોસાયટી,ડભોઇ કારમા સવાર હતો.ત્યારે પુરઝડપે કાર ફરતીકુઇ પસાર કરી વડોદરા તરફે આગળ ધપતા તુલસી હોટલ પાસે ચાલકે કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઇડર સાથે ધડાકા સાથે અથડાઇ પલટી ખાઈ ગઈ હતી.જેમા કારમા મુસાફરી કરનાર ચિંતન પરમાર ને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ ચાલક નિમેષ પટેલ કાર સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો.પોલીસે અકસ્માતની ફરીયાદ આધારે ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.

સઈદ મનસુરી ડભોઇ (ફોટો)

Most Popular

To Top