Dabhoi

ડભોઇ મા વિદેશી દારૂ ભરેલી કાર અને એક્ટિવા સાથે એક ઝડપાયો


ડભોઇ: ડભોઇ તાલુકાના નારણપુરા ગામ પાસે થી એક્ટિવા સ્કુટર પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતો યુવક ઝડપાયો હતો. જ્યારે વેગા પાસે થી બાતમી આધારે વિદેશી દારૂ ભરેલી ક્રૂઝર કાર ઝડપાઈ હતી.જ્યારે ચાલક પોલીસ ને જોઈ ફરાર થઈ ગયો હતો. બંને જુદાજુદા બનાવની ફરીયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ડભોઇ પી.આઇ.કે.જે.ઝાલા ને બાતમી મળી હતી કે બોડેલી તરફથી ડભોઇ થઈ વડોદરા તરફ વિદેશી દારૂ ભરેલી ક્રૂઝર કાર જેનો નંબર – GJ-06-ED-7666, જવાની છે. જે બાતમી આધારે ડી સ્ટાફના જવાનો સાથે વેગા પાસે વોચ ગોઠવી હતી. હોળી ધૂળેટી પર્વ ને લઈ દારૂની રેલમ છેલ થઈ રહી છે.ત્યારે બીજી બાજુ વિધાનસભા માં વિરોધ પક્ષ ધ્વારા પૂછાયેલા પ્રશ્ન ના જવાબ મા રાજ્ય માંથી એક વર્ષ મા 171 કરોડ ના માદક દ્રવ્યો પકડાયા હોવાનો સરકારે એકરાર કર્યો હતો. જેમાં ડ્રગ્સ,હીરોઈન,દેશી વિદેશી દારૂ,ગાંજો,ચરસ અને અફીણ જેવા માદક દ્રવ્યો સામેલ છે.જેથી વિધાનસભાનો પડધો પડયો હોય તેમ ડભોઇ ના વેગાથી વિદેશી દારૂ બોટલો નંગ – 342 ભરેલી ક્રૂઝર ગાડી અને મોબાઈલ નંગ -01 મળી કુલ મુદ્દામાલ કી. રૂ.3,69,560નો ડભોઇ પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. આમ બે જુદી જુદી કામગીરીમાં કુલ ચાર લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપાઈ જવા પામ્યો હતો. હજુ હોળી ધૂળેટી ની પાંચમ સુધી પ્રોહીબિશન સામે પોલીસે ઝુંબેશ ચલાવવી પડે તેમ છે.

સઇદ મનસુરી ડભોઇ (ફોટો)

Most Popular

To Top