ડભોઇ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇસ્પેકશનના પુર્ણાહુતિ પ્રસંગે આજરોજ ડભોઇ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમા પોલીસ પરેડ નુ ખુબજ બારીકાઇથી જિલ્લા પોલીસ વડાએ નિરીક્ષણ કર્યુ હતુ. ડભોઇ પી.આઇ.કે.જે.ઝાલાએ સલામી આપી હતી. ડભોઇ પોલીસ જવાનોની ચુસ્તીફુર્તી સાથેની પરેડમા આગેબઢ, પીછેમુડ,દાહીને મુડ,બાહીને મુડના અવાજ સાથે જવાનોની શિસ્તબધ્ધ પરેડ યોજાઇ હતી.
પોલીસ સ્ટેશનનુ વાર્ષિક ઇન્સ્પેક્શન એટલે વર્ષ દરમિયાન પોલીસ સ્ટેશનમા પોલીસ ધ્વારા કરાતી કામગીરી, કેસ પેપર ના નિકાલ તેમજ પેંડીંગ કેસોની છણાવટ સાથે પોલીસ જવાનોની ચુસ્તીફુર્તી સહિતની જિ લ્લા પોલીસ વડા ધ્વારા કરાતી ચકાસણી. જેથી દરવર્ષે રાજ્યભરના જિલ્લાઓના તમામ તાલુકા મથકના પોલીસ સ્ટેશનોમા પોલીસ ની કામગીરીના નિદર્શન માટે જિ લ્લા પોલીસ નિર્દેશક ધ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન થતુ હોય છે.જેમા વર્ષ દરમિયાન પોલીસે કરેલી કામગીરી lની ફાઇલો,કેસ પેપરો, ફરીયાદો, અરજીઓ સહિતની ચકાસણી કરવામા આવે છે.bતે રીતે ડભોઇ પોલીસ સ્ટેશન ના વાર્ષિક ઇન્સ્પેકશનમા પોલીસ સ્ટેશનનો તમામ રેકર્ડ એકત્રીત કરી કમ્પ્યુટરરાઇઝ ઓનલાઇન કરવામા આવ્યો તેમજ પેંડીંગ અરજીઓ નો નિકાલ,કેસો નો નિકાલ સહીત તમામ કામગીરી કલીયર કરી દેવામા આવી હતી.એટલુજ નહી 50 વર્ષની ઉમર વટાવી ચુકેલા પોલીસ કર્મીઓનુ મેડીકલ ચેકઅપ પણ જીલ્લા પોલીસ નિર્દેશકે કરાવી લેતા પોલીસ જવાનોમા પણ તેમના પ્રત્યે આદર ની લાગણી જોવા મળતી હતી.
આમ આજરોજ વહેલી સવાર ના ડભોઇ પોલીસ સ્ટેશન કંપાઉન્ડ ગ્રાઉંડ મા યોજાયેલ વાર્ષિક પરેડ મા પોલીસ જવાનો અને મહિલા પોલીસ કોંસ્ટેબલોએ ખુબજ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. ડભોઇ ડી.વાય.એસ.પી. આકાશ પટેલ,ડભોઇ પી.આઇ. કે.જે. ઝાલા, પી.એસ.આઇ. સહીતના અધિકારીઓ હાજર રહી જીલ્લા પોલીસ નિર્દેશકને સલામી આપી પરેડ યોજી હતી.
