Dabhoi

ડભોઇ ના આસગોલ અને અરણ્યા ગામ ઔરસંગમા ઘોડાપુરથી સંપર્ક વિહોણા બન્યા


ડભોઇ:
ઉપરવાસમા સતત મુશળધાર વરસાદને કારણે નદીઓમા ઘોડાપુર આવી રહ્યા છે.જેમા ડભોઇ તાલુકાના મેવાસ વિસ્તારમાથી પસાર થતી ઔરસંગ નદીના કોતરના છલીયા પર પણ વરસાદી પાણીનુ વહેણ ફરી વળ્યુ હતુ. મુખ્ય રસ્તો જ પાણીમા ગરક થતા આસગોલ અને અરણયા ગામ વચ્ચેનો સંપર્ક તુટી જતા બન્ને ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
ડભોઇ તાલુકાના મેવાસ વિસ્તારમા ઓરસંગ નદી કાંઠાના ગામોમા જવાનો રસ્તો ડભોઇ તિલકવાડા માર્ગના મુખ્ય રસ્તાથી અકોટીથી અંદર જવાનો અંતરીયાળ રસ્તો આવેલો છે.જે રસ્તો ઔરસંગ નદીના કોતરોની વચ્ચેથી નીકળે છે.ત્યારે ઉંચાનીચા ઢળાણ વાળા રસ્તામા આસગોલ અને અરણ્યા ગામ વચ્ચે છલીયુ નાળુ આવેલું છે.ત્યારે હાલ lમા વરસાદી હેલીએ ખેતી લાયક વરસાદથી આહલાદક વાતાવરણ સાથે ઠંડક પ્રસરી જવા પામી છે. આકાશ માથી કાચુ સોનુ વરસતા ખેડુતો અને પશુપાલકો મા ખુશી વ્યાપી જવા પામી છે.પરંતુ ઉપરવાસમા મુશાળધાર વરસાદ વરસતા અને નસવાડી અને તિલકવાડા તાલુકાના ગામોના પાણી પણ ઔરસંગ તરફના કોતરો lમા આવતા આસગોલ અને અરણ્યા ગામ વચ્ચે આવેલા છલીયા નાળા પર ફરી વળતા બન્ને ગામો સંપર્ક વિહોણા બનવા પામ્યા હતા. જ્યા બીજીબાજુ દેવ ડેમમા ઉપરવાસમા સતત વરસાદને કારણે પાણીની આવક વધી રહી હોવાથી પાણી દેવ નદીમા પાણી છોડવાની જાહેરાત સાથે નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. તાલુકાના ઢોલાર, થુવાવી, અંબાવ,જીવાયું સહિતના ગામો ને એલર્ટ કરાયા છે.જ્યારે કેટલાક ગામો ના તળાવો, જળાશયો અને નાળા, કોતરો પાણી ના વહેણ થી છલોછલ થઈ ગયેલા હોય લોકોને સાવચેતી જાળવવા તંત્ર તરફથી સુચનો કરાયા છે.

Most Popular

To Top