ડભોઇ :રાજ્ય ચુંટણી પંચના આદેશ અનુસાર રાજ્યભરની વહીવટદારોના નેજા હેઠળ ચાલતી ગ્રામ પંચાયતોની ચુંટણી યોજવાનુ લેખિત ફરમાન થતા વડોદરા જીલ્લા કલેકટર ધ્વારા ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચુંટણી માટે બેઠકોની ફાળવણી સાથેનુ જાહેરનામુ બહાર પડાયુ છે. જેમા અનુસુચિત જાતિ અને અનુસુચિત આદિજાતિ માટેની અનામત બેઠકો, બક્ષીપંચની બેઠકો તેમજ સામાન્ય બેઠકો તેમજ મહીલા અનામત બેઠકોનો સમાવેશ થાય છે. જેથી ગ્રામ્ય વિસ્તારો મા રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો છે.
ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચુંટણી માટેનુ જીલ્લા કલેકટર ધ્વારા રાજ્ય ચુંટણી પંચના આદેશ મુજબ જાતિવાદી સમીકરણો સાથે નુ જાહેરનામુ બહાર પડાયુ છે. જેમા બિન અનામત ગ્રામ પંચાયતોની સરપંચપદની બેઠકો માટે અકોટી,બોરીયાદ,ગામડી(ક),કનાયડા,મેનપુરા,પણસોલી, શિરોલા અને સીમળીયા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જ્યારે બક્ષીપંચની બેઠકો માટે કરણેટ, કોઠારા જુથ અને લીંગસ્થળી સહીતની ગ્રામપંચાયતો નો સમાવેશ કરાયો છે.અનુસુચિત આદિજાતિ માટે અનામત રાખેલ ગ્રામ પંચાયતો lમા ટીંબી,તરસાણા,રસુલપુર, પુનીયાદ,મોટા હબીપુરા, ચનવાડા,ધર્મપુરી, કુંવરપુરા, આસોદરા,અમરેશ્વર,નાગડોલ,મંડાળા,થુવાવી.કુંઢેલા અને સાઠોદનો સમાવેશ કરાયો છે.વડોદરા જીલ્લા કલેકટર ધ્વારા ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતો મા સરપંચપદા ની બેઠકો માટે જાતિગત જાહેરનામુ બહાર પડાતા કોંગ્રેસ,ભાજપા મુખ્ય રાજકીય પક્ષો સહીત પ્રાદેશિક પક્ષો ના કાર્યકરો અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના અગ્રણીઓ અને ચુંટણી લડવા ઈચ્છુક મુરતિયાઓમા દોડધામ મચી જવા પામી છે.જેના કારણે 44 ડીગ્રી અંગ દઝાડતી ગરમી મા પણ ઈચ્છુક ઉમેદવારો દોડધામ કરતા જણાતા હતા.