Dabhoi

ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે નર્મદા તટે ભક્તિભાવ પૂર્વક ગંગા દશાહરા પર્વ સંપન્ન



ડભોઇ: ડભોઇ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીના કિનારે મલ્હારાવ ઘાટે ગંગા દશાહરાના અંતિમ દિવસે ભક્તિ ભાવપુર્વક શ્રદ્ધાભેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ ના

દિવસ એટલે કે દસ દિવસ સુધી ગંગા દશાહરા પર્વની ધાર્મિક વાતાવરણમાં ઉજવવામાં આવ્યું હતું.ગંગા દશહરા પર્વનો આજરોજ દસમો અંતિમ દિવસ હોય યાત્રાધામ ચાંદોદ નદીના કિનારે હજારો શ્રદ્ધાળુઓ ભેગા થઈ માં નર્મદાજી ને સાડી પહેરાવી પૂજા-અર્ચના કરી તલ દૂધ-પાણી ચઢાવી અભિષેક કરી નર્મદા સ્નાનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ગંગા દસહરાના અંતિમ દિવસે સાંજના માં નર્મદાજી ની મહા આરતી કરવામાં આવી હતી.આ મહાઆરતીનો અમૂલ્ય લ્હાવો લેવા ખાસ ઉપસ્થિત રહેલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સાથે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા,પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય શશીકાંત પટેલ,સ્થાનિક સાધુ સંતો,સરપંચ અને અસંખ્ય શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં આખો એ ઘાટ તેમજ તેની આજુબાજુ નો વિસ્તાર ભક્તોનાં ધસારાને લઇ ચિક્કાર જણાઈ આવતો હતો.
શ્રદ્ધાળુઓ હર… હર …ગંગે હર …હર …નર્મદે ના ભક્તિ નાદ સાથે પસાર થતા ચાંદોદ ગામમાં નજરે પડતા હતા. ચાંદોદ નો મુખ્ય માર્ગ ધાર્મિક વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો.ગંગાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે યાત્રાધામ ચાંદોદના મલ્હારરાવ ઘાટ સહિત ના નર્મદા કિનારાના ઘાટો ઉપર પવિત્ર ગંગા દશાહરા ની ભક્તિ ભાવપૂર્વક શ્રદ્ધાભેર ઉજવણી ભક્તો દ્વારા થતી રહી છે.આ પ્રસંગે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ને રોશની વડે અને ધજાઓ વડે સુશોભિત કરવામાં આવ્યો હતો.
ગંગા દશહરા સમિતિના વિદ્ધાન બ્રાહ્મણો દ્વારા નર્મદાષ્ટક વેદોચાર નર્મદા સ્ત્રોત સહિત વિવિધ મંત્રોચ્ચાર કરી પૂજા-અર્ચન અને શંખના થકી સંધ્યાકાળની મહાઆરતી ઉતારવામાં આવી હતી.વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ના કર કમળ દ્વારા શ્રદ્ધા પૂર્વક આરતી ઉતારવામાં આવી હતી.ફટાકડાની સુંદર આતશબાજી કરવામાં આવી હતી. ધાર્મિક વાતાવરણમાં આજે ગંગા દશાહરાનો અંતિમ દિવસ ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

Most Popular

To Top