ડભોઇ: ડભોઇ તાલુકાના કુઢેલા પાસે રેલવે ફાટક નંબર LC 18ને કાયમી ધોરણે બંધ કરવા સામે 20 ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો છે.

રેલ્વે તંત્ર દ્વારા કુઢેલા રેલવે સ્ટેશન પર નવી લુપ લાઈન નાખવાની કામગીરી કામગીરી હાથ ધરાતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક પાસેથી બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે કુઢેલા સહીત 20 જેટલા ગામોને કાયમી ધોરણે રસ્તાને ડાયવર્જન આપી અન્ય ફાટક LC 17 થી અવર જવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરાયુ હોવાનું જાણી કુંઢેલા સહિત 20થી વધુ ગામો ના અગ્રણીઓએ કુંઢેલા ગામના માજી સરપંચ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ પટેલની આગેવાની હેઠળ કુંઢેલા રેલ્વે ફાટક પર જ ભેગા થઈ હોબાળો કરી વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રામજનો ના મતે રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણે રસ્તો બનાવામાં આવ્યો છેં,તે અત્યંત સાંકડૉ અને નીચાણ વાળા ભાગમાં વરસાદી કાસ પર પુરાણ કરી બનાવામાં આવ્યો છે. ચોમાસામા આ રસ્તા પર વરસાદી પાણીનો મોટા પ્રમાણ માં ભરાવો રહે છે. લોકોનું કહેવું છે કે કુઢેલા ગામે નવી નિર્માણ પામેલી કેન્દ્રીય યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા 3000 થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને અવર જવર માટે કાયમી મુશ્કેલી સર્જાશે. આ રસ્તો વાઘોડિયા,કરજણ,અને પોર જેવા શહેરો ને જોડાતો હોય ભારે વાહન વ્યવહાર અને ટ્રાફિકનો ધમધમાટ રહે છે. ગ્રામજનોની ઉગ્ર રજૂઆતોને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું. રેલવે ના એક્સિક્યુટીવ એન્જીનીયર પદમ સિંગ મીના, પ્રાંત અધિકારી ડભોઇ ધટના સ્થળે દોડી આવ્યા હતા. ધારાસભ્ય શૈલેષ મહેતા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ પણ ગ્રામજનોની સમસ્યા સાંભળવા સ્થળ પર આવ્યા હતા. રેલ્વે તંત્ર સાથે ચર્ચા કરી હતી. આ રેલ્વે તંત્ર ને જ્યાં સુધી યોગ્ય ઉકેલ ના મળે ત્યાં સુધી આ ફાટક નો રસ્તો ચાલુ રાખવાની હૈયા ધારણા આપી હતી. જેથી ગામ લોકો ધારાસભ્યની હૈયાધારણાથી આશા રાખી રેલ્વે ધ્વારા રસ્તો બંધ નહીં કરાય તેવી આશા સેવી પરત ફર્યા હતા.
ધારાસભ્યે અને તંત્રને સમજાવી રસ્તો કાઢ્યો
કુંઢેલા ગામે જવા આવવા માટે રેલવે ફાટક નંબર LC 18 નો મુખ્ય રસ્તો વાહન ચાલકો અને રાહદારીઓ માટે બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.જેથી કુંઢેલા ગામ સહિત 20 જેટલા ગામો lના અગ્રણીઓ એ હોબાળો કરતા તંત્રના અધિકારીઓ સહિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ સ્થળ પર ધસી આવ્યા હતા.અને હાલ જ્યાં સુધી અન્ય વિકલ્પ ના મળે ત્યાં સુધી રસ્તો બંધ નહીં થાય તેવી હૈયા ધારણા આપી હતી.જેથી.લોકો ને હાશકારો થવા પામ્યો હતો.